Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

કઠલાલના બદરપુરની સીમમાં ગેરકાયદેસર જ્વલનશીલ પ્રવાહી બનાવતી ફેક્ટરી ઝડપી ત્રણ શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ

કઠલાલ:તાલુકાના બદરપુર ગામની સીમમાં બિનઅધિકૃત જ્વલનશીલ પ્રવાહી બનાવતી ફેકટરીને ઝડપી પાડી છે. ફેકટરી માલિકો દ્વારા કોઇ પણ પ્રકારની પરવાનગી મેળવ્યા વિના રો મટીરીયલનો ઉપયોગ કરતા ફરિયાદ ત્રણ વ્યક્તિઓ વિરુધ્ધ ફરિયાદ નોંધાઇ છે.

કઠલાલ પોલીસની ટીમ તાલુકામાં પેટ્રોલિંગમાં નિકળી હતી તે સમયે બદરપુર સીમમાં આવેલ એક ફેકટરીમાં કોઇ શંકાસ્પદ ઓઇલ ફ્યુલ બનતુ હોવાનો શંક ગયો હતો. જેથી પોલીસ ટીમ દ્વારા કંપનીમાં તપાસ કરતા કંપનીમાં રહેલ પ્રથમ ટાંકામાં ૧૫૦૦ લીટર કાળા કલરનુ પ્રવાહી અને બીજા ટાંકામાં ૪૦૦૦ લીટર પ્રવાહી મળી આવ્યુ હતુ. વળી વધુ તપાસ કરતા રો મટીરીયલ ટોન્સીનની અને ક્લોરીયન્ટ ટોન્સીલ સુપ્રિમની થેલીઓ મળી આવી હતી.

અંગે પોલીસ ટીમે ફેકટરી માલિક અને અન્ય વ્યક્તિઓની પૂછપરછ કરતા રો મટીરીયલ બનાવવા માટે કોઇ સક્ષમઅધિકારીની પરવનાગી લીધી હોવાનુ બહાર આવ્યુ હતુ. કઠલાલ પોલીસે રો મટીરીયલ અને ૫૫૦૦ પ્રવાહી પદાર્થી મળી કુલ રૂા.૬,૦૭,૦૦૦નો મૂદ્દામાલ જપ્ત કર્યો છે. બનાવ અંગે કઠલાલ પોલીસે હાર્દિકભાઇ રામચંન્દ્રભાઇ બ્રહ્મભટ્ટ, જતીનભાઇ અરવીંદભાઇ બ્રહ્મભટ્ટ અને પ્રતિકકુમાર વિનોદકુમાર મોદી વિરુધ્ધ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

(5:24 pm IST)