Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

સાણંદ ખાતે "રોજગાર દિવસ"ના ભાગરૂપે અમદાવાદ જિલ્લાના 4000 થી વધુ યુવાનોને નિમણૂંક પત્રો એનાયત કરાયા

સાણંદ નગરપાલિકા હૉલ ખાતે સુશાસનના પાંચ વર્ષ નિમિતે યોજાયેલ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા

 (વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ :રાજ્ય સરકાર દ્વારા પાંચ વર્ષની ઉજવણીના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. એવામાં રાજ્ય સરકાર દ્વારા શુક્રવારે રોજગાર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેને લઈને રાજ્યના 50,000 થી વધુ યુવાનોને નિમણુંક પત્ર એનાયત કરવામાં આવ્યા છે. અમદાવાદ જીલ્લાના સાણંદ ખાતે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની ઉપસ્થિતીમાં રોજગાર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ધારાસભ્ય,  પદાધીકારીઓ,  ભાજપના હોદ્દેદારો, કાર્યકર્તાઓ, યુવાનો સહિત સરકારી અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
 નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યુ હતુ કે, અમદાવાદ જિલ્લાના સાણંદ નગર પાલિકા હૉલ ખાતે સુશાસનના પાંચ વર્ષ નિમિતે યોજાયેલ "રોજગાર દિવસ"ના ભાગરૂપે અમદાવાદ જિલ્લાના 4000 થી વધુ યુવાનોને નિમણૂંક પત્રો એનાયત કરી નોકરી મેળવનાર સૌ યુવાનોને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં વૈશ્વિક કંપનીઓને આમંત્રણ આપી યુવાનો માટે રોજગાર સર્જન કર્યું છે.
(તસવીર- ચિરાગ પટેલ - સાણંદ)

(6:35 pm IST)