Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

ડીસામાં મોટાભાઈએ કુહાડીના ઘા મારી નાનાભાઈની કરી હત્યા : ગણતરીની કલાકમાં પોલીસે આરોપીની કરી ધરપકડ

બંને અપરણિત ભાઈઓ તેની માતા સાથે રહેતા:છૂટક મજૂરી કરી ગુજરાન ચલાવતા:આર્થિક ભીંસ હોવાના કારણે રોજબરોજ બંને ભાઈઓ વચ્ચે નજીવી બાબતે તકરાર થતી

બનાસકાંઠાના ડીસામાં સગા ભાઇએ જ ભાઈની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. નજીવી બાબતે તકરાર થતાં મોટાભાઈએ નાના ભાઈને કુહાડીના ઘા મારી હત્યા કરી હતી. ઘટનાને પગલે પોલીસે લાશને PM અર્થે ખસેડી ગણતરીના કલાકોમાં હત્યારા ભાઈને ઝડપી જેલના હવાલે કર્યો છે.

ડીસાના માર્કેટયાર્ડ પાછળ આવેલી ઝૂંપડપટ્ટી વિસ્તારમાં 21 વર્ષીય પિન્ટુ ઉર્ફે રસિક દેવીપૂજક અને તેના 32 વર્ષીય મોટા ભાઈ સુરેશ દેવીપૂજક નામના બંને અપરણિત ભાઈઓ તેની માતા સાથે રહેતા હતા. અને બંને ભાઈઓ છૂટક મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા. આર્થિક ભીંસ હોવાના કારણે રોજબરોજ બંને ભાઈઓ વચ્ચે નજીવી બાબતે તકરાર થતી હતી.

જેમાં બંને ભાઈઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં જ ઉશ્કેરાયેલા સુરેશે પિન્ટુને માથાના ભાગે કુહાડીના ઘા માર્યા હતા. માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા જ લોહી લુહાન થયેલા પિન્ટુનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજયું હતું. આજુબાજુના લોકોએ જાણ કરતા જ ડીસા દક્ષિણ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતકની લાશને પીએમ અર્થે ડીસાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી હતી. જ્યારે સગા નાના ભાઈની હત્યા કરનાર અત્યાર સુરેશને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી જેલના હવાલે કર્યો હતો.

 

(11:46 pm IST)