Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

ગુજરાત હાઇકોર્ટમાં પણ 17 ઓગસ્ટથી થશે ફિઝિકલ હિયરિંગ: વકીલોમાં ખુશીનો માહોલ

તમામ લોકોને કોર્ટ પરિસરમાં કોરોના નિયમોને ફરજીયાત પાલન કરવું પડશે.

અમદાવાદ : રાજ્યમાં ડિસ્ટ્રિક્ટ અને મેટ્રો કોર્ટ બાદ હવે ગુજરાત હાઇકોર્ટમાં પણ ફિઝિકલ હિયરિંગ 17 ઓગસ્ટથી શરૂ થશે. જેના કારણે તમામ લોકોને કોર્ટ પરિસરમાં કોરોના નિયમોને ફરજીયાત પાલન કરવું પડશે. હાઇકોર્ટમાં આ નિર્ણયથી ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ્સમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. હાઇકોર્ટમાં જ્યારથી લોકડાઉન જાહેર કરાયું છે ત્યારથી અત્યાર સુધી કોર્ટમાં વર્ચ્યુઅલ હિયરિંગ ચાલી રહ્યું છે. હાઇકોર્ટમાં હિયરિંગનું યુટ્યુબ પર લાઇવ પ્રસારણ પણ થઇ રહ્યું હતું. જે એક ઐતિહાસિક પગલું ગણાઇ રહ્યું છે. ભારતમાં આવું પહેલીવાર છે જ્યારે હાઇકોર્ટની સુનાવણીનું લાઇવ પ્રસારણ ચાલી રહ્યું છે.

જો કે કોર્ટમાં લાંબો સમય ફિઝિકલ હિયરિંગ બંધ રહેવાના કારણે વકીલોની આર્થિક સ્થિતિ ખસ્તા થઇ હતી. જેના કારણે વકીલો દ્વારા લાંબા સમયથી કોર્ટમાં ફિઝિકલ હિયરિંગની માંગ કરવામાં આવી રહી હતી. જો કે હવે હાઇકોર્ટે ફિઝિકલ હિયરિંગ શરૂ કર્યું છે. બીજી લહેર બાદ ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશન ચીફ જસ્ટિસને પત્ર લખીને રજુઆત કરી હતી. જેને ધ્યાને રાખીને હાઇકોર્ટ દ્વારા નિર્ણય લેવાયો હતો. ગુજરાત એડવોકેટ એસોસિએશને હાઇકોર્ટના ગેટની બહાર ધરણા પણ કર્યા હતા.

(12:55 am IST)