Gujarati News

Gujarati News

News of Saturday, 6th August 2022

જીતનગર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન દરમ્યાન ક્રાઇમ કોન્ફરન્સ અને લોકદરબાર યોજવામાં આવ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: નર્મદા જીલ્લાના વાર્ષિક ઇન્સ્પેક્શન લેવામા આવ્યું હતું વાર્ષિક ઇન્સ્ટ્રક્શન દરમ્યાન પોલીસ વિભાગમાં થતી કામગીરીનું ઇન્સ્પેક્શન પોલીસ મહાનિરીક્ષક,વડોદરા વિભાગ વડોદરાનાઓ દ્વારા હાથ ધરવામાં આવ્યું જેમાં અલગ - અલગ કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું જીલ્લાના પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેનાઓની દેખરેખ હેઠળ જીલ્લાના પોલીસ હેડ કવાર્ટર જીતનગર ખાતે પોલીસ અધિકારી અને પોલીસ કર્મચારીઓની સેરીમોનીયલ પરેડ લેવામાં આવી તેમજ પોલીસ વિભાગ ને લગત સ્કોર્ડ ડ્રીલ , લાઠી ડ્રીલ , શસ્ત્ર તાલીમ , ડીકોય ઓપરેશન તેમજ મોબ ડ્રીલ આ ઇન્સ્પેક્શન દરમ્યાન મુખ્ય આકર્ષણ રહ્યા . આ દરમ્યાન જીલ્લાના પોલીસ અધિકારી તથા કર્મચારીઓ સાથે પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ , વડોદરાનાઓએ પોલીસ દરબાર યોજી પોલીસને લગતી મુશ્કેલીઓ તથા પોલીસ તથા સામાન્ય પ્રજાના સાથેના સબંધોને વધુ મજબુત કરવાના પ્રયત્નોની ચર્ચા કરવામાં આવી તથા આમ જનતા પોલીસી કામગીરીથી સંતુષ્ટ થાય તેવા પ્રયાસો કરવા પણ પોલીસ મહાનિરીક્ષકનાઓએ આશ્વાસન આપવામાં આવેલ . તેમજ જીલ્લાના પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આવેલ મુખ્ય આગેવાનો સાથે પણ ચર્ચા કરવામાં આવી પોલીસની કામગીરી સમાજમાં સુચારૂ બને અને પોલીસના સામાન્ય જનતાને પણ પોતાનો મિત્ર લાગે તેવા પ્રયાસોની વિગતવાર ચર્ચા કરવામાં આવી . જીલ્લાના વિવિધ ગામોથી આવેલ આગેવાનોને હાલમાં ચાલી રહેલ પોલીસ આધુનિકરણ તેમજ ટેક્નોલોજીથી સજજ કરવા ગુજરાત સરકારની વિવિધ યોજના બાબતે પણ માહીતી આપવામાં આવી . ગુજરાત સરકાર દ્વારા પ્રજાના પ્રશ્નો તેમજ ફરીયાદોનું ઝડપી નિરાકરણ લાવવા અને પોલીસ આધુનિક જમાના સાથે ચાલે તે સારૂ નવીન પ્રોજેક્ટોને પણ પ્રજા સમક્ષ ખુલ્લા મુકવામાં આવેલ જેમાં હાલમાં ગુજરાત સરકારશ્રી દ્વારા ઇ - એફ.આઇ.આર.નું લોકાર્પણ કરવામાં આવેલ જે બાબતે પણ પોલીસ મહાનિરીક્ષ દ્વારા વિસ્તૃત જાણકારી આપવામાં આવી . તેમજ આ ઇ - એફ.આઇ.આર . અંગે જાહેર જનતાની જાગૃતી તેમજ તેમના અવેરનેશ માટેના પ્રયત્નો પણ વધુમાં વધુ થાય તેવું આયોજન કરવા બાબતે ચર્ચા કરવામાં આવી હતી.

(10:43 pm IST)