Gujarati News

Gujarati News

News of Saturday, 6th August 2022

ધો. ૧૦ની પૂરક પરીક્ષાનું ૨૪.૭૨% પરિણામ

સમગ્ર ગુજરાતમાં ૧૪૦૫૦૯ પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી : ૩૪૭૩૮ છાત્રો ઉતીર્ણ

રાજકોટ તા. ૬ : ગુજરાત રાજ્‍ય માધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તાજેતરમાં લેવાયેલ તા. ૧૦ની પૂરક પરીક્ષાનું આજે સવારે વેબસાઇટ ઉપર જાહેર થયું છે. ધો. ૧૦ની પૂરક પરીક્ષાનું પરિણામ ૨૪.૭૨ ટકા આવ્‍યું છે.

ધો. ૧૦ એસ.એસ.સી. જુલાઇ પૂરક - ૨૦૨૨ પરીક્ષાનું પરિણામ આજે પ્રસિધ્‍ધ કરવામાં આવે છે. પરીક્ષા રાજ્‍યના જિલ્લા મથકો ઉપર લેવામાં આવેલ હતી. જેમાં ૧૫૮૬૮૬ પરીક્ષાર્થીઓ નોંધાયેલ હતા, તે પૈકી ૧૪૫૦૯ ઉમેદવારો પરીક્ષામાં ઉપસ્‍થિત રહ્યા હતા અને ૩૪૭૩૮ પરીક્ષાર્થીઓ પ્રમાણપત્ર મેળવવાને પાત્ર થાય છે. આમ, ધો. ૧૦ એસ.એસ.સી. જુલાઇ પૂરક ૨૦૨૨ પરીક્ષાનું સમગ્ર રાજ્‍યનું પરિણામ ૨૪.૭૨ ટકા આવેલ છે.

માર્ચ-એપ્રિલ ૨૦૨૨માં બેઝિક ગણિત (૧૮) સાથે ઉતીર્ણ થયેલ ઉમેદવારો જેઓ સ્‍ટાન્‍ડર્ડ ગણિત (૧૨) સાથે પૃથ્‍થક ઉમેદવાર તરીકે પરીક્ષા આપવા માટે નોંધાયેલ હતા તેવા ૩૩૬૭ ઉમેદવારો પૈકી ૩૧૯૧ ઉમેદવાર ઉપસ્‍થિત રહેલ હતા, જેમાંથી લાયકી પાત્ર ઉમેદવારોની સંખ્‍યા ૨૨૮૬ છે.

ધો. ૧૦ની પૂરક પરીક્ષામાં કુમારનું પરિણામ ૨૩.૭૨% અને કન્‍યાઓનું પરિણામ ૨૬.૨૫% આવ્‍યું છે.

(11:43 am IST)