Gujarati News

Gujarati News

News of Saturday, 6th August 2022

ગુજરાત ઉર્જા સંકલન સમિતિની વીજ બોર્ડને આંદોલન અંગે આકરી નોટીસ ફટકારાઈ : ૨૫ થી ૩૦ ઓગષ્‍ટ વર્ક ટુ રૂલ ૧લી સપ્‍ટેમ્‍બરથી બે મુદ્દતી હડતાલ

ગુજરાત ઉર્જા સંકલન સમિતિના સેક્રેટરી જનરલ બી.એમ.શાહ અને બળદેવભાઈ પટેલે ઉર્જા વિભાગ વીજ બોર્ડના પ્રિન્‍સીપાલ સેક્રેટરીને આંદોલન અંગેની આખરી નોટીસ ફટકારી વીજ તંત્રની તમામ કંપનીઓમાં ફરજ બજાવતા કર્મચારી - અધિકારીઓના લાંબા સમયથી અનેક પડતર પ્રશ્નો અંગે રજૂઆત કરવા છતાં નિવેડો ન આવતા તબક્કાવાર આંદોલનની જાહેરાત કરી છે જેમાં ૨૫ ઓગષ્‍ટથી ૩૦ ઓગષ્‍ટ દરમિયાન વીજ તંત્રની તમામ કચેરી ખાતે સૂત્રોચ્‍ચાર અને વર્ક રૂલ થશે અને આમ છતા ઉકેલ નહિં આવે તો ૧લી સપ્‍ટેમ્‍બરથી ૫૫ હજારનો સ્‍ટાફ બેમુદ્દતી હડતાલ ઉપર ઉતરી જશે. આ નોટીસની જાણકારી રાજયના ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈને પણ કરવામાં આવી છે. અણઉકેલ પ્રશ્નોમાં મોંઘવારી ભથ્‍થાની ચૂકવણી, ૭મા પગારપંચ પ્રશ્ને હોટલાઈન એલાઉન્‍સ, વીજ કંપનીઓમાં ફરજ બજાવતા ફિકસ પગારના કર્મચારીઓના ફરજનો સમયગાળો ૩ વર્ષ કરવા, ફીકસ પગારના કર્મચારીઓને વિવિધ લાભ આપવા, ઉચ્‍ચતર પગાર ધોરણ આપવા સહિતના મુદ્દાઓ આવરી લેવાયા છે.

(12:09 pm IST)