Gujarati News

Gujarati News

News of Saturday, 6th August 2022

વર્તમાન સરકારનું અંતિમ ધારાસભા સત્ર આવતા મહિને

લઠ્ઠાકાંડ, લમ્પીનો હાહાકાર વગેરે મુદ્દા ગાજવાના એંધાણ

રાજકોટ, તા. ૬ :  ગુજરાતમાં આવતા પાંચ મહિનામાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે તે પૂર્વે ધારાસભાનું ટૂંકુ ચોમાસુ સત્ર યોજાનાર હોવાનું જાણવા મળે છે. સામાન્ય રીતે માર્ચમાં બજેટ સત્ર પુ રૃ થયા પછી છ મહિનામાં ફરીથી સત્ર બોલાવવાની બંધારણીય જોગવાઇ મુજબ  સપ્ટેમ્બરમાં ર-૩ દિવસનું સત્ર મળતું હોય છે. તે મુજબ આ સત્ર મળશે.  વિધાનસભાની ચૂંટણી પૂર્વે વર્તમાન ચૂંટાયેલી સરકાર માટે આ અંતિમ સત્ર હશે.

 

સત્રમાં વિપક્ષ તરફથી મોંઘવારી, બેકારી, કાયદો વ્યવસ્થા જેવા રાબેતા મુજબના મુદ્દાઓ ઉપરાંત બોટાદના ચકચારી લઠ્ઠાકાંડ અને પશુઓમાં ફેલાયેલ લમ્પી વાયરસનો મુદ્દો ગજવવા પ્રયાસ થાય તેવી શકયતા છે. સરકાર બજેટ સત્રમાં ચૂંટણીને ધ્યાને રાખી કોઇ નવું અથવા સુધારા વિધેયક રજુ કરે તેવી શકયતા નકારાતી નથી.

 

(4:30 pm IST)