Gujarati News

Gujarati News

News of Saturday, 6th August 2022

ખેડા તાલુકામાં વાહનોમાંથી બેટરી ચોરતી ગેંગ ફરીથી સક્રિય બનતા પોલીસ તંત્ર સજાગ

નડિયાદ : ખેડા તાલુકામાં વાહનોમાંથી બેટરી ચોરતી ટોળકી સક્રિય બની છે. કનેરા હાઇવે પરના પેટ્રોલ પંપ નજીક પાર્ક કરેલા ત્રણ વાહનોમાંથી બેટરીની ચોરી કરી અજાણ્યા શખ્સો ફરાર થયા હતા. બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

ખેડા તાલુકાના સારસા નવીનગરીમાં રહેતા જગદીશભાઇ ગોકળભાઈ વણઝારા બે જેસીબી અને એક ડમ્પર લાવી માટી તેમજ ઈંટોના ભઠ્ઠાનું કામ કરે છે. ગત તા. ૩/૮/૨૨ ના રોજ ડમ્પર અને બે જેસીબી નિત્યક્રમ મુજબ કનેરા હાઈવે પર આવેલા પેટ્રોલ પંપની બાજુમાં ખુલ્લા મેદાનમાં પાર્ક કર્યા હતા. આ દરમિયાન રાત્રીના સમયે કોઈ અજાણ્યા તસ્કરો બે જેસીબી તેમજ ડમ્પરમાંથી વાયર કાપી બેટરી નં-૪ કિંમત રૂ.૨૦,૦૦૦ની મતા ચોરી ગયા હતા. આ બનાવ અંગે જગદીશભાઈ ગોકળભાઈ વણઝારા ની ફરિયાદ આધારે ખેડા ટાઉન પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

(5:10 pm IST)