Gujarati News

Gujarati News

News of Saturday, 6th August 2022

રાજ્યના 57 ડેમ હાઈએલર્ટ અને10 જળાશયો એલર્ટ પર.

સૌરાષ્ટ્રના 17 ડેમોમાં અડધાથી લઈ 6 ફૂટ સુધી નવા નીરની આવક

અમદાવાદ :  ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં મેઘરાજાનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. જેમાં બીજા રાઉન્ડમાં નોંધપાત્ર વરસાદ પડતા સૌરાષ્ટ્રના 17 ડેમોમાં અડધાથી લઈ 6 ફૂટ સુધી નવા નીરની આવક થઈ છે. તેમજ ભાદર- 1 ડેમમાં 0.26 ફૂટ અને ભાદર-2 ડેમમાં 0.82 ફૂટ પાણીની આવક થઈ છે. જ્યારે વેણું-2 ડેમમાં 0.16 ફૂટ નવા પાણીની આવક નોંધાઈ છે.

  મોરબી જિલ્લાના પણ 5 જેટલા ડેમમાં પાણીની નોંધપાત્ર આવક થઈ છે.રાજ્યમાં 90 ટકાથી વધુ ભરાયા હોય તેવા 57 ડેમ હાઈએલર્ટ પર છે. જયારે 80થી 90 ટકા ભરાયા હોય તેવા 10 જળાશયો એલર્ટ પર છે. આ ઉપરાંત 70થી 80 ટકા ભરાયા હોય તેવા 16 ડેમ વોર્નિંગ પર છે. જેમાં 70 ટકાથી ઓછા ભરાયેલા જળાશયો માટે કોઈ સૂચના નથી

(10:11 pm IST)