Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

માતર તાલુકાના ઊંઢેળામાં ગરમ રમતી વેળાએ શખ્સોએ પથ્થરમારો કરતા દોડધામ મચી જવા પામી

માતર: તાલુકાના ઉંઢેળામાં નવરાત્રિની આઠમના રોજ ગરબે રમતા ખેલૈયાઓ પર ૨૦૦ થી વધુ લઘુમતી કોમના શખ્સોએ પત્થરમારો કરતા નાસભાગ મચી જવા પામી હતી. આ પત્થરમારામાં બે પોલીસ જવાન સહિત આઠ લોકોને ઈજા પહોંચી હતી. આ સંદર્ભે માતર પોલીસે ૪૩ શખ્સો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં પોલીસે ૧૩ ઈસમોની અટકાયત કરી કોર્ટમાં રજૂ કરી પોલીસે રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

માતર તાલુકાના ઉંઢેળા ગામના ઇન્દ્રવદનભાઈ પટેલ દ્વારા તુળજામાતાના મંદિરે આઠમની રાત્રે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાત્રિના હિન્દુ ધર્મના ભાવિક ભક્તો આનંદ ઉલ્લાસ સાથે માતાજીની આરાધના કરી ગરબે ગુમતા હતા. તે દરમ્યાન લઘુમતી કોમના આગેવાનો દ્વારા અહીં ગરબા ન રમવા જણાવ્યું હતું પરંતુ કેટલાક કટ્ટરવાદી લોકો દ્વારા પત્થર મારો ચાલુ કરી દેવામાં આવતા નાસ ભાગ મચી જવા પામી હતી. આ ઘટનાની જાણ માતર પોલીસ મથકે થતા પો.સ.ઈ. એચ.એમ. રબારી પોતાના સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ ઘટનાને લઇ ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડી આવી પરિસ્થિતિને કાબુમાં લીધી હતી. આ પત્થર મારામાં સાત થી આઠ લોકોને ઈજા પહોંચી હતી. આ સંદર્ભે ઇન્દ્રવદનભાઈ પટેલની ફરિયાદના આધારે માતર પોલીસે ૪૩ ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. દરમ્યાન પોલીસે ૧૩ ઇસમોને ઝડપી પાડયા હતા. પોલીસે પકડેલા ૧૩ ઈસમોને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. આ બનાવની તપાસ એસ.ઓ.જી. પોલીસ ચલાવી રહી છે.

(5:59 pm IST)