Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

વડોદરામાં દારૂના ગુનાહમાં પોલીસને બાતમી આપી હોવાનો વ્હેમ રાખી જીવલેણ હુમલો કરતા બે ગંભીર રીતે ઈજાગ્રસ્ત

વડોદરા: દારૃના  ગુનામાં ખોટું નામ લખાવ્યું હોવાની અદાવત રાખી ગઇ મોડી રાતે વારસિયા વિસ્તારમાં દારૃના ગુનામાં અગાઉ  પકડાયેલા આરોપીઓ વચ્ચે સશસ્ત્ર અથડામણ થઇ હતી.જે અંગે સિટિ પોલીસે સામસામે ફરિયાદ નોંધી ચાર આરોપીઓની ધરપકડ કરી છે.

શહેરના ન્યૂ  વી.આઇ.પી.રોડ હેમદિપ રેસિડેન્સીમાં રહેતા કમલ  ઉર્ફે કમુ બંસીલાલ તોલાણી મંગળબજારમાંં પથારા પર  નોકરી કરે છે.સિટિ પોલીસ સ્ટેશનમાં તેણે  ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,મોડી રાતે બે વાગ્યે મારી કાર લઇને નવલખી ગ્રાઉન્ડ પર  ગરબા જોવા જતો હતો.તે સમયે શિવધારા સોસાયટી પાસેથી મેં ધર્મેશ ઉર્ફે ગોલુ ઇન્દ્રકુમાર સચદેવને ફોન કરી કહ્યું હતું કે,મારે હરિ તથા હેરિનું કામ છે.જેથી,ધર્મેશે મને તેના ઘર પાસે બોલાવ્યો હતો. મે ત્યાં જઇને ગોલુને કહ્યું હતું કે,હરિએ હરણી પોલીસ સ્ટેશનમાં દારૃના ગુનામાં ખોટું નામ ખોલાવ્યું હતું.જેથી,મારે તેને મળવું છે.ગોલુએ મને એવો જવાબ આપ્યો હતો કે,તારે જે કહેવું હોય તે મને કહે.મેં ગોલુને કહ્યું કે, તું વચ્ચે ન આવ.નહીંતર આપણે દુશમની થઇ જશે.મારી વાત સાંભળીને ગોલુ એકદમ ઉશ્કેરાઇ ગયો હતો.તે મને ગાળો બોલવા લાગ્યો હતો.અને મારા પર હુમલો કર્યો હતો.તેના બે મિત્રો લાલુ કહાર તથા વિશાલ કહાર પાવડાના લાકડાના હાથા લઇને આવ્યા હતા.તેઓએ મને હાથ અને પગ પર ઇજા પહોંચાડી હતી.ગોલુએ મને પાઇપ વડે માર મારતા હું નીચે પડી ગયો હતો.મેં બૂમાબૂમ કરી હતી.પરંતુ,કોઇએ મને છોડાવ્યો નહતો.થોડીવાર  પછી હું ભાનમાં આવતા સિટિ પોલીસ સ્ટેશન ગયો હતો.

(6:01 pm IST)