Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

વડોદરા:બાપોદ પોલીસ સ્ટેશન નજીકથી બાતમીના આધારે પોલીસે દરોડા પાડી દારૂ બિયરનો જથ્થો ઝડપી પાડયો

વડોદરા: બાપોદ પોલીસ સ્ટેશનની હદમાં ચાલતા દારૃના અડ્ડા પર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડીને દારૃ અને બિયરનો ૪૨ હજાર ઉપરાંતનો જથ્થો ઝડપી પાડયો હતો.પોલીસે સ્થળ પરથી ત્રણ આરોપીઓને  ઝડપી પાડયા હતા.જ્યારે મુખ્ય આરોપી મળી નહી આવતા તેને વોન્ટેડ જાહેર કર્યો છે.ઉલ્લેખનીય છે કે, એક તરફ શહેરમાં દારૃ અંગે ઉપરાછાપરી રેડ પાડવામાં આવે છે.ત્યારે બીજી તરફ બાપોદ પોલીસ ઊંઘતી ઝડપાઇ છે.

નવરાત્રિમાં દારૃની રેલમછેલ ના થાય તે માટે અસરકારક કામગીરી કરી દારૃ પકડવા માટે પોલીસ કમિશનર દ્વારા સૂચના આપવામાં આવી છે.તેમ છતાંય કેટલાક પી.આઇ.દ્વારા દારૃ અંગે કડક  કાર્યવાહી કરવામાં આવતી નથી.જેના કારણે બહારની એજન્સી રેડ  પાડી દારૃ પકડે ત્યારે  શહેર  પોલીસનું નાક કપાય છે.દારૃ માટે કાયમ  ચર્ચામાં રહેતા સિકંદરપુરા ગામમાં રહેતા સંજય ઉર્ફે કોશ ઠાકોરે દારૃનો ધંધો શરૃ કર્યો હતો.તેણે આજવા રોડ પાયોનિયર કોલેજ  પાસે તક્ષ રેસિડેન્સી પાસે કેનાલ નજીક દારૃ અને બિયરનો જથ્થો ઉતાર્યો હતો.જેની જાણ શહેર પોલીસને થઇ નહતી.પરંતુ,સ્ટેટ મોનિટરિંગ સેલને જાણ થતા આજે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ઉપરોક્ત સ્થળે રેડ પાડીને દારૃ અને બિયરની ૩૯૦ બોટલ કિંમત રૃપિયા ૪૨,૨૯૫ ની કબજે કરી હતી.પોલીસે ત્રણ મોબાઇલ ફોન, ત્રણ વાહનો, રોકડા ૩૮,૦૦૦ મળીને કુલ રૃપિયા ૧.૪૬ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

(6:02 pm IST)