Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

જિલ્લામાં બપોર બાદ વરસાદ :મગફળી અને કપાસના પાકમાં નુકસાન જવાની ભીતિ: ખેડૂતો ચિંતિત

તલોદના ગ્રામ્ય પંથક સલાટપુર, જવાનપુર, તોરણિયા, ખેરોલ અને વક્તાપુર પંથકમાં વરસાદ વરસ્યો

સાબરકાંઠા જિલ્લામાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોર બાદ વરસાદ વરસ્યો હતો. તલોદના ગ્રામ્ય પંથક સલાટપુર, જવાનપુર, તોરણિયા, ખેરોલ અને વક્તાપુર પંથકમાં વરસાદ વરસ્યો હતો. વરસાદને લઇ મગફળી અને કપાસના પાકમાં નુકસાન જવાની ભીતિ હાલ સેવાઈ રહી છે અને આ વરસાદને લઇ ખેડૂતો ચિંતિત બન્યા છે

(7:26 pm IST)