Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

અમદાવાદમાં આસો મહિનામાં અષાઢી માહોલ છવાયો મોડી સાંજથી પૂર્વ વિસ્તારમાં વરસાદ ચાલુ

અમદાવાદમાં ચોમાસાની ઋતુ  પુરી થવાની સત્તાવાર જાહેરાત થયા બાદ આસોમાં અષાઢી માસનો માહોલ છવાયો છે.
કાળા ડિબાંગ વાદળાઓ અને વીજળીના ચમકારા વચ્ચે અમદાવાડના પૂર્વ ભાગમાં મોડી સાંજથી વરસાદ શરુ થયો હતો. જે રાત્રે ૯.૩૦ આસપાસ ધીમી ધારે ચાલુ છે.
ખોખરા, હાટકેશ્વર, અમરાઈવાડી, મણિનગર, જશોદાનગર, ઘોડાસર, વટવા, ઈશનપુર, વસ્ત્રાલ, રામોલ, હાથીજણ, નિકોલ, ઓઢવ સહિતના વિસ્તારોમાં સાંજે ૭.૩૦ ના અહેવાલ મુજબ સતત ૧ કલાકથી વરસાદ ચાલુ હતો.

(9:53 pm IST)