Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

અમદાવાદના સરખેજમાં ગેંગરેપ:ત્રણ નરાધમોએ અપહરણ કરી બળાત્કાર ગુજાર્યો :વીડિયો પણ ઉતાર્યો:ત્રણેયની ધરપકડ

મોડી રાતે પતિની રાહ જોતી મહિલાને રિક્ષામાં ખેંચી જઈને બળજબરીપૂર્વક ગેંગરેપ કર્યો :અવારનવાર મહિલાને વીડિયો વાયરલ કરવાની ધમકી આપતા હતા

અમદાવાદ : શહેરના સરખેજ વિસ્તારમાં પતિની રાહ જોતી મહિલાનું ત્રણ શખ્સોએ અપહરણ કરી બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવી છે. તેટલું જ નહીં, ત્રણેય વ્યક્તિઓએ વારાફરતી દુષ્કર્મ આચર્યાનો વીડિયો પણ ઉતાર્યો હતો. ત્યારબાદ અવારનવાર મહિલાને વીડિયો વાયરલ કરવાની ધમકી આપતા હતા.

  મળતી માહિતી પ્રમાણે, આરોપીઓએ બે મહિના પહેલાં મોડી રાતે પતિની રાહ જોતી મહિલાને રિક્ષામાં ખેંચી જઈને બળજબરીપૂર્વક ગેંગરેપ કર્યો હતો. ત્યારે આરોપીઓએ 34 વર્ષીય મહિલાનો વીડિયો પણ ઉતાર્યો હતો. અવારનવાર આરોપીઓ મહિલાને વીડિયો વાયરલ કરવાની ધમકી આપતા હતા. આ ઉપરાંત આરોપીઓ મહિલાના પતિને ઓળખતા હતા તેથી તેના પતિને પણ જાનથી મારી નાંખવાની ધમકી આપી રહ્યા હતા. ત્યારે બે મહિના પછી મહિલાએ પતિને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. ત્યારે પતિએ આખરે પોલીસ ફરિયાદ દાખલ કરી હતી

પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. અત્યાર સુધીમાં પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.પોલીસે આ ઘટનાના પુરાવાઓ એકત્રિત કરવા માટે તપાસ હાથ ધરી છે

(12:47 am IST)