Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

ભાજપની રાષ્ટ્રીય કારોબારી બેઠકનું કેવડિયા ખાતે સમાપન

બેઠકમાં નેતાઓનું આક્રમક નિવેદન : મંત્રી પ્રદીપ પરમારે ૨૦૨૨ની વિધાનસભા માટે ભાજપ ૧૮૨ બેઠકોના લક્ષ્યાંક સાથે સજ્જ હોવાની વાત કરી

નર્મદા, તા.૫ : કેવડિયા ખાતે ભારતીય જનતા પાર્ટીની OBC મોરચાની રાષ્ટ્રીય કારોબારી બેઠકનું સમાપન ઓબીસી અધ્યક્ષ ડો.કે લક્ષમણ તથા બિહારના નાયબ મુખ્યમંત્રી રેણુદેવી અને ગુજરાતના સામાજિક  અને ન્યાય અધિકારીતા વિભાગના મંત્રી પ્રદીપ પરમારની ઉપસ્થિતિમાં યોજાયું. સમાપન સમારોહમાં રાજ્યના સામાજિક ન્યાય અધિકારીતા વિભાગના મંત્રી પ્રદીપ પરમારે આગામી ૨૦૨૨ ની વિધાનસભા માટે ભાજપ ૧૮૨ બેઠકોના લક્ષ્યાંક સાથે સજ્જ હોવાની વાત કરી હતી.

ભાજપના ભુક્કા કાઢી નાખવાની વાત કરનાર કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ વિષે જણાવ્યું કે, શેરીઓમાં તો બધા ભોક્યા કરે, કોંગ્રેસ આખી પતિ ગઈ છે. કહી મંત્રીએ કટાક્ષ પણ કર્યો. જયારે ઉત્તર પ્રદેશના સાંસદ અને OBC મોરચાના ઉપાધ્યક્ષ જયપ્રકાશ કુશવાહએ યુપીનું ઇલેક્શન યોગીજીના નેતૃત્વમાં લડીશું અને ૩૫૦ પાર કરીશુંની વાત કરી. બિહારના ઉપમુખ્યમંત્રી રેણુ દેવીએ કહ્યું એક OBC મોરચાની મહિલાને ઉપમુખ્યમંત્રી બનાવી છે. તેનો ગર્વ છે. આટલા વર્ષોમાં કોંગ્રેસ માત્ર વાતો કરી કોઈ લાભ આપ્યા નથી. પરંતુ ૭ વર્ષમાં આખા દેશમાં આરરક્ષણથી લઈને અન્ય કેટલાય લાભો મોદી સરકારે આપ્યા છે Obc સમાજના એક આ મહાસંમેલનથી અનેક ફાયદાઓ થશે. ઉત્તર પ્રદેશના સાંસદ અને OBC મોરચાના ઉપાધ્યક્ષ જયપ્રકાશ કુશવાહન પણ આ કારોબારીમાં હાજર હતા ત્યારે તેમને મોદી સરકારની ઉપલબ્ધીઓ જણાવી  કહ્યું કે મોદી સરકારે OBC ઉત્થાન નું કામ કર્યું છે. અમે યુપીનું  આગામી ઇલેક્શન યોગીજીના નેતૃત્વ માં લડીશું અને ૩૫૦ બેઠકો પાર કરીશું રામ મંદિર અમે બનાવી રહ્યા છે ત્યારે હવે રામ નામનો જયઘોસ અન્ય પાર્ટી કરે છે રામ નામની રાજનીતિ કરે  છે.હવે . યુપી માં ર્ંમ્ઝ્ર મોરચો એક જૂથ થઈ ને કામ કરશે કોઈ નારાજ નથી.

(8:58 pm IST)