Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે 'વીર સાવરકર' "ધ મેન હુ કુડ હેવ પ્રિવેન્ટેડ પાર્ટીશન" પુસ્તકનું વિમોચન કર્યું

રાષ્ટ્ર પુરુષ વીર સાવરકર શસ્ત્ર અને શાસ્ત્ર બંનેના ઉપાસક હતા-મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ:કેન્દ્રીય માહિતી કમિશનર ઉદય માહુરકર અને ચિરાયુ પંડિત દ્વારા ભારતી-પાકિસ્તાનના વિભાજનને રોકતા વીર સાવરકર ના વિચારો અને પ્રયાસો વિષે આ પુસ્તક લખવામાં આવ્યું છે

અમદાવાદ :મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે કેન્દ્રીય માહિતી કમિશનર ઉદય માહુરકર અને લેખક ચિરાયુ પંડિત દ્વારા  લિખિત 'વીર સાવરકર'"ધ મેન હુ કુડ હેવ પ્રિવેન્ટેડ પાર્ટીશન(The Man Who Could Have Prevented Partition)" પુસ્તકનું વિમોચન કર્યું હતું.

પુસ્તકનું વિમોચન કર્યા બાદ મુખ્ય મંત્રીએ જણાવ્યું કે, રાષ્ટ્ર પુરુષ વીર સાવરકર શસ્ત્ર અને શાસ્ત્ર બંનેના ઉપાસક હતા.
મુખ્યમંત્રીએ વીર સાવરકરને બહુમુખી પ્રતિભા સાથેની જીવંત યુનિવર્સિટી હોવાનું કહ્યું હતું
 મુખ્યમંત્રીએ વીર સાવરકર ના વીરતાના કિસ્સા લોકો સમક્ષ રજૂ કરતા કહ્યું  કે, શહીદ વીર વીર સાવરકર દ્વારા ૧૮૫૭ના સ્વાતંત્ર્ય સંગ્રામને  આઝાદ ભારત માટેની પ્રથમ લડત હોવાનું ગણાવવામાં આવ્યું હતું.
સમગ્ર દેશમાં આઝાદીના ૭૫ વર્ષની ઉજવણીને  'આઝાદીકા અમૃત મહોત્સવ' અંતર્ગત વિવિધ કાર્યક્રમો દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે  ત્યારે રાષ્ટ્રય પુરુષ વીર સાવરકર ઉપર લખાયેલ આજનું પુસ્તક પણ મહત્ત્વનું બની રહેશે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા પણ વીર સાવરકરની સંઘર્ષ યાત્રા અને સ્વતંત્ર ભારતની ચળવળમાં તેમના અતિ મહત્વના યોગદાનને ભાવિ પેઢી સમક્ષ મુકવા માટે અંદમાન- નિકોબાર  એરપોર્ટ ને વીર સાવરકર એરપોર્ટ નામ આપવામાં આવ્યું છે.
અત્રે નોંધનીય બાબત છે કે,શહીદ વીર સાવરકર દ્વારા મા ભોમની રક્ષા કાજે શરૂ કરેલ સ્વાતંત્ર્ય ચળવળ બદલ અંગ્રેજો દ્વારા તેમને  બે વખત જન્મટીપની કરવામાં આવી હતી.
વીર સાવરકર ઉપરાંત શહીદ વીર ભગતસિંહ,ચંદ્રશેખર આઝાદ, જેવા સ્વાતંત્ર સેનાનીઓના બલિદાનને ભાવિ પેઢી યાદ કરે, તેમની શૌર્યગાથાઓ ભાવિ પેઢી સમક્ષ રજુ થાય તે માટે આ પ્રકારના પુસ્તકો અતિ મહત્વના હોવાનું મુખ્યમંત્રીએ કહ્યું હતું.
પુસ્તક વિમોચન પ્રસંગે સ્વતંત્ર સેનાની વિનાયક દામોદર સાવરકર ના જીવન ચરિત્રને રજુ કરતી દ્રશ્ય-શ્રાવ્ય ટૂંકી ફિલ્મ પણ બતાવવામાં આવી હતી.
કેન્દ્રીય માહિતી કમિશનર અને વીર સાવરકર પુસ્તકના મુખ્ય લેખક ઉદય માહુરકરે આ પુસ્તક વિષે વિસ્તૃત માહિતી રજૂ કરી હતી.
તેમણે ભારતના વિભાજનને રોકવામાં વીર સાવરકર ના વિચારો અને પ્રયાસોથી ઉપસ્થિત લોકોને માહિતગાર કર્યા હતા.
વીર સાવરકર પુસ્તક વિમોચન પ્રસંગે પૂજ્ય સ્વામી પરમાત્મા નંદ સરસ્વતીજી,લાયન્સ ક્લબ પાસ્ટ ઇન્ટરનેશનલના ડાયરેક્ટર પ્રવીણ છાજેદ, ડીસ્ટ્રીક ગવર્નર જગદીશ ચંદ્ર અગ્રવાલ, અગ્રણી જયંતીભાઈ ભડેશીયા ઉપસ્થિત રહ્યા હતા.

(10:01 pm IST)