Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

વાપીમાં યુવકની ક્રૂર હત્યાનો CCTV વિડિઓ વાયરલ :ચાની દુકાનમાં કુહાડીના ઘા ઝીંકી યુવકની ક્રૂર હત્યા

બંનેના પરિવારની વચ્ચે મહિલાઓને લઈને ઝઘડો :અદાવત રાખીને હુમલાખોરે સલામાન પર કુહાડીના ઊપરાછાપરી ઘા ઝીક્યાં

વાપી : દક્ષિણ ગુજરાતની ઔદ્યોગિક નગરી વાપીમાં યુવકની કરપીણ હત્યા થઈ હતી. આ ઘટનાનો સીસીટીવી વીડિયો સામે આવતા ખળભળાટ મચી ગયો છે. શનિવારે સાંજે ચાની દુકાનમાં એક યુવક પર અજાણ્યા શખ્સે કુહાડીના ઊપરાછાપરી ઘા ઝીંકી અને તેનું ખૂન કર્યુ હતું. સમગ્ર ઘટના બાદ વાપી જીઆઈડીસી પોલીસ દોડતી થઈ હતી અને મામલાની તજવીજ શરૂ કરી હતી.

આ ચકચારી હત્યાના બનાવની વિગતો એવી છે કે ગઈકાલે સાંજે વાપીની બોસ્ટન ટી નામની દુકાનમાં એક યુવક ચા પીવા ઉભો હતો. દરમિયાન હાથમાં કુહાડી લઈને આ શખ્સ ધસી આવ્યો હતો અને લોકો કઈ સમજે તે પહેલાં કુહાડીના ઘા ઝંકવાની શરૂઆત કરી દીધી હતી.

પ્રાપ્ત અહેવાલો મુજબ આ ઘટનામાં મૃત્યુ પામનાર શખ્સનું નામ હતું ઇન્તેઝાર શેખ ઉર્ફે સલમાન (ઉ.વ. 32) . સલમાન અને હુમલાખોર યુપીના બહરાઈચ ગામના વતની હોવાનું સામે આવ્યું છે. બંનેના પરિવારની વચ્ચે મહિલાઓને લઈને તું તું મે મે થયું હતું. આ ઘટનાની અદાવત રાખીને હુમલાખોરે સલામાન પર હુમલો કર્યો હતો.

(10:31 pm IST)