Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

સુરતમાં ત્રીજા દિવસ ઇન્કમટેક્સ વિભાગનું 30 સ્થળે સર્ચ પૂર્ણ: એક કરોડની રોકડ અને ઘરેણા મળ્યા :10 બેંક લોકર સીઝ કરાયાં

100 કરોડના ડોક્યૂમેન્ટ હાથ લાગ્યાં લેપટોપ, કમ્પ્યુટર, હાર્ડ ડિસ્ક કબજે : સંગીની બિલ્ડર, અરિહંતની ઓફિસ, ઘર પર તપાસ: અમદાવાદ અને સુરત ITના 70થી વધુ અધિકારીઓની 40 સ્થળે તપાસ

સુરતમાં IT દરોડામાં સતત ત્રીજા દિવસે તપાસ શરૂ છે. જેમાં પ્રાથમિક તપાસમાં જ અનેક વાંધાજનક દસ્તાવેજો મળ્યા છે. તેમાં 10 લોકર સીલ કરવામાં આવ્યા છે. તથા સંચાલકોના નિવેદન લેવાનું શરૂ કરવામાં આવ્યું છે. જેના કારણે આજે પણ તપાસ પૂરી થઇ શકી નથી. આગામી દિવસોમાં તપાસ પૂર્ણ થયા બાદ લોકરમાંથી રોકડ કે દાગીના ઉપરાંત દસ્તાવેજ મળે તો તેની પણ તપાસ કરવામાં આવનાર છે.

અમદાવાદ અને સુરત ITના 70થી વધુ અધિકારીઓની 40 સ્થળે તપાસ શરૂ છે. જેમાં ચાર મહિના બાદ ડીઆઇ વિંગ દ્વારા સર્ચ કરવામાં આવતા બિલ્ડર લોબીમાં ફફડાટ છે. તેમાં સંગીની ગ્રુપપ, અરીહંત ગ્રુપ, અશેષ શાહ, મહેન્દ્ર ચંપક ગ્રુપ, કિરણ સંઘવી, હોમલેન્ડ ગ્રુપ સાથે સંકળાયેલા ભાગીદારોને ત્યાં પણ તપાસ શરૂ છે.

 

ઉલ્લેખનિય છે કે આઇટીની ડીઆઇ વિંગે પાંચ ગ્રુપ પર તપાસ કરવાની સાથે સાથે તેઓની સાથે જોડાયેલાઓને ત્યાં પણ સવારથી જ તપાસ શરૂ કરી હતી. તેમાં કુલ 40 સ્થળ પર તપાસ કરીને દસ્તાવેજ જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરી છે. તેની સાથે સાથે ઘર, ઓફિસ પર પણ તપાસ હાથ ધરીને જરૂરી દસ્તાવેજ કબજે કરવાની કામગીરી કરી છે. આ તમામ દસ્તાવેજ કબજે કર્યા બાદ આવકવેરા રિટર્નમાં કયા કયા દસ્તાવેજનો ઉલ્લેખ કરાયો છે તેની તપાસ કર્યા પછી જ કેટલાની કરચોરી કરાઇ છે તેની હકીકત બહાર આવી શકે તેમ છે.

(11:16 pm IST)