Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

ગુજરાત રત્ન પૂ.શ્રી સુશાંતમુનિ મ.સા.ની આજે ૩૫મી દિક્ષા જયંતિ

રાજકોટઃ તા.૬: ગોંડલ સંપ્રદાયના ગાદીપતિ પૂ. ગુરુદેવશ્રી ગિરીશમુનિ મ.સા.ના સુશિષ્ય ગુજરાત રત્ન પૂ.શ્રી સુશાંતમુનિ મ.સા.ની આજે ૩૫ મી દિક્ષા જયંતિ છે. પૂ. શ્રી ઘણા સમયથી આધ્યાત્મિક, ધાર્મિક તથા સામાજિક સેવાઓ કરી રહયા છે.પૂ.શ્રીએ દેશભરના વિવિધ ક્ષેત્રોમાં વિહાર કરી જૈન ધર્મનો જયજયકાર કરેલ છે. પૂ. મહારાજ સાહેબ ગોંડલ સફળ ચાતુર્માસ પરિપૂર્ણ કરી હાલ શેઠ ઉપાશ્રય ખાતે બિરાજમાન છે.

(3:00 pm IST)