Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

ગુજરાતમાં ૧૧પ૭ ગ્રામ પંચાયતો બિનહરીફઃ સૌથી વધુ ૯૭ રાજકોટ અને કચ્છ જિલ્લામાં

કુલ ૧૦૮૭૯ પંચાયતોમાં ચૂંટણીઃ કાલે ફોર્મ પાછા ખેંચવાનો છેલ્લો દિવસ

રાજકોટ તા. ૬ :.. રાજયમાં ગ્રામ પંચાયતની ચૂંટણીની મોસમ ચાલી રહી છે. આજે ફોર્મ ચકાસણી થઇ રહી છે. આવતીકાલે ફોર્મ પાછા ખેંચવાનો છેલ્લો દિવસ છે. સરકારે સમરસ (બિનહરીફ) થનાર પંચાયતો માટે પ્રોત્સાહક યોજના જાહેર કરી છે. આજે બપોર સુધીમાં ૧૦% જેટલી પંચાયતો બિનહરીફ થઇ છે. કાલ સુધીમાં વધુ પંચાયતો સમરસ કરાવવા પ્રયાસ થઇ રહ્યો છે. સૌથી વધુ સમરસ પંચાયતો રાજકોટ અને કચ્છ જિલ્લામાં (બન્નેમાં ૯૭-૯૭) થઇ છે. રાજયમાં કુલ ૧૦૮૭૯ ગ્રામ પંચાયતોમાં  ચૂંટણી જાહેર થઇ છે. તે પૈકી આજે બપોર સુધીમાં ૧૧પ૭ પંચાયતો બિનહરીફ થઇ છે. ૧૧પ૭ ઉપરાંતની બેઠકો બિનહરીફ કરાવવા પ્રયાસો ચાલુ છે. કાલે સાંજે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થશે.

સૌરાષ્ટ્ર-કચ્છના કયાં જિલ્લામાં કેટલી બેઠકો બિનહરીફ થઇ તેની માહિતી નીચે મુજબ છે.

જિલ્લા         પંચાયત

અમરેલી       ૮૧

ભાવનગર      ૭ર

બોટાદ         ૧૭

દેવભૂમિ દ્વારકા ૧૪

ગીર સોમનાથ ર૬

જામનગર      ર૭

જુનાગઢ       પ૮

કચ્છ           ૯૭

મોરબી         ૯૧

પોરબંદર       ર૮

રાજકોટ        ૯૭

(3:37 pm IST)