Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

વડોદરા:સાવલી તાલુકામાં આવેલ કંપનીમાંથી 2.24લાખની કિંમતના કોપરની ચોરી કરવામાં આવતા ફરિયાદના આધારે તપાસ હાથ ધરવામાં આવી

વડોદરા: સાવલી તાલુકામાં આવેલી કંપનીમાંથી રૃા.૨.૨૪ લાખ કિંમતની કોપરની પાટો ચોરી થઇ હતી. પોલીસે ચોરી થયેલી ચાર પાટો પૈકી બે પાટો સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડયા હતાં.

આ અંગેની વિગત એવી છે કે સાવલી તાલુકાના ગોદામપુરા ગામની સીમમાં આવેલી કેઇસી ઇન્ટરનેશનલ કંપનીના રેલવે પ્લાન્ટમાંથી રૃા.૨.૨૪ લાખ કિંમતની ૨૮૦ કિલો લોખંડની ઇંગોલ એટલે કે પાટો ચોરી થઇ હતી. આ અંગે કંપનીના સિનિયર પ્રોડક્શન મેનેજર જગદીશ છીન્નૈયા મડીવાલાએ સાવલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન જિલ્લા એલસીબીની ટીમ સાવલી તાલુકાના પ્રતાપનગર વસાહતના સ્મશાન પાસે વોચમાં હતી ત્યારે એક બાઇક પર કોપરની બે પાટો લઇને જતા ત્રણ શખ્સોને રોકી તેઓની પૂછપરછ કરતા કોપરની પાટો ગુરુવારે રાત્રે કેઇસી કંપનીમાંથી ચોરીની કબૂલાત કરી હતી. પોલીસે સાવલી તાલુકાના મનોરપુરા ગામમાં રહેતા વિપીન ગોવિંદ પાવા, દિલીપ લાલભાઇ પાવા અને અજય કાનજીભાઇ પાવાની ધરપકડ કરી ત્રણે પાસેથી બે પાટો, બે મોબાઇલ અને બાઇક મળી કુલ રૃા.૧.૫૨ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

અન્ય બનાવમાં એલસીબીની ટીમે હાલોલ-જરોદ હાઇવે પરથી બાઇક લઇને જતા રાજપુરા ગામના મહેશ ચીમનસિંહ ચૌહાણ અને પ્રકાશ દલપતસિંહ ચૌહાણને ઝડપી પાડી તેઓની પાસેના થેલામાંથી એસએસ સ્ક્રેપનો મુદ્દામાલ કબજે કરાયો હતો. આ મુદ્દામાલ જરોદમાં મઘુબન ચોકડી પાસે રહેતા નરેશ ભેરુલાલ સાવરીયાને આપવાનો હતો તેમ જણાવતા પોલીસે નરેશના ઘેર પણ તપાસ કરતા એસએસ સ્ક્રેપનો વધારે મુદ્દામાલ મળ્યો હતો. એસએસ સ્ક્રેપ તેમજ બાઇક મળી રૃા.૩૦ હજારનો મુદ્દામાલ ચોરીનો જણાતા પોલીસે ત્રણેની વધુ પૂછપરછ માટે અટકાયત કરાઇ છે.

(5:27 pm IST)