Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

ખંભાત તાલુકામાં ઘરમાં ધમધમતા જુગારધામ પર પોલીસે દરોડા પાડી 7 શકુનિઓને ઝડપી પાડયા

ખંભાત:શહેર પોલીસે ગઈકાલે અકબરપુરના મદારનગરમાં આવેલા ઈસગુલ્લાખાન ઉર્ફે મોટો ગુલ્લો અનવરખાન પઠાણના ઘરમાં છાપો મારીને ઉપલા માળે પત્તા પાનાનો હારજીતનો જુગાર રમતાં ૭
શખ્સોને ઝડપી પાડીને રોકડ તેમજ મોબાઈલ સહિત કુલ ૨૮૬૯૦નો મુદ્દામાલ જપ્ત કરીને જુગાર ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.
પકડાયેલા શખ્સોમાં સાજીદભાઈ હુસેનભાઈ મલેક, મોહંમદ સાબીર ઉર્ફે સદ્દામ સાકીરહુસેન મલેક, સબ્દરહુસેન ઝરીહાહુસેન શેખ, ઈસગુલ્લાખાન ઉર્ફે મોટો ગુલ્લો, અનીલ ચીમનભાઈ રાવળ, ઈકબાલહુસેન ઉર્ફે કટલેશ મોહંમદ શેખ અને શહેબાઝભાઈ સીકંદરહુસેન શેખનો સમાવેશ થાય છે.

(5:31 pm IST)