Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

દુબઈથી કૈલાશ રાજપૂત રોજ 30 કિલો MD ડ્રગ્સ મોકલતો : દેશભરમાં સપ્લાઈ થતા રેકેટનો પર્દાફાશ :મુંબઈના બે માસ્ટર માઈન્ડની ધરપકડ

બંન્ને આરોપીઓને મુંબઈના સિકંદર નામનો આરોપી ડ્રગ પૂરું પાડતો હતો અને આ બન્ને દેશભરમાં md ડ્રગનું સપ્લાય કરતા

અમદાવાદ :દુબઈથી ડ્રગ મંગાવીને અલગ અલગ રાજ્યોમાં સપ્લાય કરતા હોવાનું સામે આવ્યું છે. દુબઈથી રોજ 30 કિલો md આરોપીઓને મળતું હોવાનું સામે આવ્યું છે

દેશભરમાં md ડ્રગનું રેકેટ ચલાવનાર મુંબઈના 2 માસ્ટર માઈન્ડની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. દુબઈથી ડ્રગ મંગાવીને અલગ અલગ રાજ્યોમાં સપ્લાય કરતા હોવાનું સામે આવ્યું છે. દુબઈથી રોજ 30 કિલો md આરોપીઓને મળતું હોવાનું સામે આવ્યું છે.
મહત્વનું છે કે આ ગુનામાં અગાઉ 5 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે.. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ગિરફતમાં આવેલ આરોપીઓ પરવેઝ ખાન અને મોહમ્મદ આરીફ ભુજવાલા દેશના યુવાનોને બરબાદ કરવામાં લાગ્યા હતા
પરંતુ ક્રાઈમ બ્રાન્ચે બન્નેના રેકેટનો પર્દાફાશ કરીને ડ્રગ માફિયા કોણ છે. તેનું નામ જાહેર કરી દીધું છે. ક્રાઈમ બ્રાન્ચે 2019માં 1.46 કરોડનું ડ્રગ પકડેલ અને જેમાં કુલ 5 આરોપીઓની ધરપકડ કરી હતી. તે મામલે આ બન્ને આરોપીઓ મુખ્ય હોવાનું સામે આવ્યું હતું અને જેમાં આ બન્ને ની ધરપકડ કરી લેવામાં આવી છે.
મળતી માહિતી પ્રમાણે આ બંન્ને આરોપીઓને મુંબઈના સિકંદર નામનો આરોપી ડ્રગ પૂરું પાડતો હતો અને આ બન્ને દેશભરમાં md ડ્રગનું સપ્લાય કરતા હોવાનું સામે આવ્યું છે. ક્રાઈમની તપાસમાં વધુ સામે આવ્યું છે કે સિકંદરને દુબઈમાં બેઠા કૈલાશ રાજપૂત નામનો વ્યક્તિ આ ડ્રગ મોકલતો હતો.
મહત્વ નું છે કે રોજ 30 કિલો md આપતો હોવાનું સામે આવ્યું છે. સવાલ એ ઉભો થાય છે કે આ લોકો આટલા વર્ષમાં ગુજરાતમાં કેટલા કરોડનું ડ્રગ સપ્લાય કરી ચુક્યા છે. અમદાવાદ અથવા ગુજરાતમાં આ લોકોના અન્ય કેટલા સાગરીતો છે. તે તમામ સવાલોના જવાબ મેળવવા ક્રાઈમ બ્રાન્ચ તપાસ કરી રહી છે.
આ મામલે ક્રાઈમ બ્રાન્ચના acp ડી.પી ચુડાસમાનું કેહવું છે કે આ રેકેટના તમામ લોકોની તપાસ કરવામાં આવશે અને દુબઈથી કઈ રીતે ડ્રગ આવતું હતું તેની પણ તપાસ કરવામાં આવશે.

(8:37 pm IST)