Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

સખી વન સ્ટોપ સેન્ટર નર્મદા દ્વારા ઇનરેકા સંચાલિત સ્કૂલના વિદ્યાર્થીનીઓને માહિતગાર કરવામાં આવ્યા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે આવેલી ઇનરેકા સનસ્થાન સંચાલિત સનાતન ધર્મ સિનીયર સેકન્ડરી સ્કૂલ ખાતે આઝાદીકા અમૃત મહોત્સવ ભારત સરકાર પુરસ્કૃત મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર સખી વન સ્ટોપ સેન્ટર,નર્મદા દ્વારા વિદ્યાર્થીનીઓને સખી વન સ્ટોપ સેન્ટરની કામગીરી બાબતે માહિતગાર કરવામાં આવ્યા જેમાં સખી વન સ્ટોપ સેન્ટર,નર્મદા ખાતે પાંચ પ્રકારની સુવિધા આપવામાં આવતી હોય જે મહિલાઓને પડતી મુશ્કેલીઓમાં મદદરૂપ થાય છે, મહિલાઓને પોલીસ સ્ટેસન, કોર્ટ તેમજ પાંચ દિવસ માટે સખી વન સ્ટોપ સેન્ટર ખાતે મદદરૂપ બને છે, કોઈપણ પુરુષ છેડતી કે અન્ય રીતે મહિલાઓને હેરાન કરતા હોય તો સખી વન સેન્ટરનો સંપર્ક કરવો તથા સ્ત્રીઓની ઓછામાં ઓછી 18 વર્ષ થી વધુ ઉંમર હોય તોજ લગ્ન કરવા જેવી તમામ માહિતી આપવામાં આવી હતી.

(10:57 pm IST)