Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

રાજપીપળા જૂની પોસ્ટ ઓફીસ પાસે આવેલું ટ્રાન્સફોર્મર ઝાડીઓની લપેટમાં હોવાથી વારંવાર સોર્ટસર્કિટના બનાવ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા વીજ કંપની દ્વારા ચોમાસા પૂર્વે પ્રિમોન્સૂન કામગીરી બાદ અવાર નવાર મેન્ટેનન્સના નામે કલાકો વીજ પુરવઠો બંધ રખાઈ છે છતાં યોગ્ય કામગીરી ન થતા અવાર નવાર વીજળી બંધ થતી હોય માટે યોગ્ય કામગીરી કરાઈ તે જરૂરી છે.

રાજપીપળા દરબાર રોડ જૂની પોસ્ટ ઓફીસ પાસે આવેલું વીજ કંપનીનું ટ્રાન્સફોર્મર ઝાદીઓની લપેટમાં જોવા મળે છે અને આજુબાજુ સેફટી માટે લગાવેલી જાળી પણ ખુલ્લી હાલતમાં હોય અંદર ફ્યુઝ બોક્સ પણ  ફ્યુઝ કવર વગર જોખમી હાલતમાં છે. ટ્રાન્સફોર્મર ની આસપાસ ઝાડીઓના કારણે વારંવાર લાઈટો બંધ થવાની ઘટના બને છે સાથે સાથે સેફટી ગ્રીલ અને ફ્યુઝ બોક્સ ખુલ્લી હાલતમાં હોવાથી ત્યાં રખડતા મૂંગા જાનવરો કે બાળકો માટે પણ જોખમી હોય વીજ કંપની ના ઉચ્ચ અધિકારીઓ આ બાબત ગંભીરતાથી લઈ યોગ્ય પગલાં લે તે લોકહિત માં છે.

(11:04 pm IST)