Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

ગુજરાતમાં રેકોર્ડબ્રેક બહુમતીથી ભાજપનો વિજય થશે : પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનો આશાવાદ

વડાપ્રધાન મોદી પર વિશ્વાસ વ્યક્ત કરી મતદાનમાં ઉમળકો દર્શાવ્યો છે તેના કારણે ભાજપને અપેક્ષા કરતા પણ વધુ બેઠકો મળશે

અમદાવાદ : ગુજરાતમાં બંને તબક્કાના મતદાનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે રેકોર્ડબ્રેક બહુમતીથી ભાજપનો વિજય થવાનો આશાવાદ વ્યક્ત કર્યો છે. મતદાન બાદ પાટીલે જણાવ્યું કે ગુજરાતમાં મતદારોએ જે રીતે વડાપ્રધાન મોદી પર વિશ્વાસ વ્યક્ત કરી મતદાનમાં ઉમળકો દર્શાવ્યો છે તેના કારણે ભાજપને અપેક્ષા કરતા પણ વધુ બેઠકો મળશે. સી આર પાટીલે જણાવ્યુ કે ગુજરાતના દરેક મતદાતા ભાઈ બહેનોએ જે રીતે મતદાનમાં ઉમળકો બતાવ્યો, જે રીતે તેમણે ગુજરાતના ઉત્કર્ષ અને સુરક્ષા માટે પીએમ મોદી પર વિશ્વાસ કર્યો અને મતદાન પ્રક્રિયામાં શાંતિપૂર્ણ રીતે ભાગ ભજવ્યો છે એના માટે મતદાતાનો આભાર માન્યો છે.

પાટીલે વિશેષ રીતે પીએમ મોદી અને ગૃહમંત્રી અમિતભાઈ  શાહનો વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે પીએમ મોદી અને અમિત શાહે સતત ગુજરાતના પ્રવાસ કરી સતત મતદારોનો અને કાર્યકરોનો જુસ્સો વધાર્યો હતો.

(12:09 am IST)