Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

ડીસા વિધાનસભા બેઠકના ધારાસભ્ય શશીકાંત પંડ્યા પર હુમલો

ડીસાના ગવાડી વિસ્તારમાં લઘુમતિ સમાજના લોકો દ્વારા હુમલો કરાયો હોવાનો શશીકાંત પંડ્યાએ આક્ષેપ કર્યો

અમદાવાદ :ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે એક બનાસકાંઠાની ડીસા વિધાનસભા બેઠકના ધારાસભ્ય શશીકાંત પંડ્યા પર હુમલો થયો હોવાના સમાચાર મળ્યા છે. ડીસાના ધારાસભ્ય શશીકાંતભાઈ પંડ્યા ઉપર હુમલો થયો હોવાના અહેવાલ મળ્યા છે. ડીસાના ગવાડી વિસ્તારમાં લઘુમતિ સમાજના લોકો દ્વારા હુમલો કરાયો હોવાનો શશીકાંત પંડ્યાએ આક્ષેપ કર્યો છે. તેમણે આક્ષેપ કર્યો છે કે, અંદાજિત 4થી 5 હજારના ટોળાએ તેમના પર હુમલો કર્યો હતો. વધુમાં તેમણે જણાવ્યું કે, ‘મારી ગાડી ઉપર હુમલો કરી ગાડીને પલટી મરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો’

વધુમાં આક્ષેપ કરતા તેમણે જણાવ્યું કે, ‘પોલીસને પણ ટોળાએ ઘેરી લેધી હતી જેથી પોલીસે લાઠી ચાર્જ કર્યો હતો અને લોકોના ટોળાને દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો. બોગસ મતદાન થતું હોવાની વાત મળતાં હું ગવાડી વિસ્તારમાં ગયો હતો અને ત્યા લોકોએ મારા ઉપર કર્યો હુમલો હતો.’ આ સાથે તેમણે જણાવ્યું કે, ‘હુમલો કરનાર આલિયા માલિયા જમાલિયા લોકોને હું જડબાતોડ જવાબ આપી શકું તેમ છું. મેં રેન્જ આઈજી અને બનાસકાંઠા એસપીને ઘટનાની કરી છે જાણ કરી તપાસ કરવા માટે જાણ કરી છે. શશીકાંત ઉપર હુમલાની ઘટનાની જાણ થતાં તેમના કાર્યાલય ખાતે લોકોની ભીડ ઉમટી પડી હતી.

(12:34 am IST)