Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

મોરબી દુર્ઘટના ટવીટ કેસ સંદર્ભે તૃણમુલ પ્રવકતા સાકેત ગોખલેની ગુજરાત પોલીસે કરી ધરપકડ

તૃણમુલ પક્ષ લાલઘુમ

નવી દિલ્‍હી, તા.૬: પશ્‍ચિમ બંગાળમાં સત્તારૂઢ તળણમૂલ કોંગ્રેસના પ્રવક્‍તા સાકેત ગોખલેની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત પોલીસે સોમવારે આ કાર્યવાહી કરી હતી. એમ કહેવામાં આવી રહ્યું છે કે મોરબી બ્રિજ દુર્ઘટના પર ટ્‍વિટ કરવા બદલ તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે. ઓકટોબરમાં મોરબીમાં પુલ ધરાશાયી થતા ૧૩૫ લોકોના મોત થયા હતા. 

પાર્ટીના નેતા ડેરેક ઓ બ્રાયને કહ્યું કે સાકેત સોમવારે રાત્રે ૯ વાગ્‍યે નવી દિલ્‍હીથી ફ્‌લાઈટ લઈને જયપુર પહોંચ્‍યો હતો. તે અહીં ઉતરતાની સાથે જ તેની રાહ જોઈ રહેલી ગુજરાત  પોલીસે ધરપકડ કરી લીધી હતી. મંગળવારે સવારે ૨ વાગે તેણે તેની માતાને ફોન કરીને ધરપકડની જાણ કરી અને કહ્યું કે તેને અમદાવાદ લઈ જવામાં આવી રહ્યો છે. તેની ધરપકડ દરમિયાન પોલીસે તેને બે મિનિટનો ફોન કોલ કરવાની મંજૂરી આપી હતી. આ પછી ફોન સહિતનો તમામ સામાન જપ્ત કરવામાં આવ્‍યો હતો. બ્રાયને કહ્યું, ઁમોરબી બ્રિજ અકસ્‍માત અંગે અમદાવાદ સાયબર સેલમાં ખોટો કેસ નોંધવામાં આવ્‍યો છે.ઁ તેમણે કહ્યું કે આ બધું અખિલ ભારતીય તળણમૂલ કોંગ્રેસ અને વિપક્ષને ચૂપ કરી શકે નહીં. તેમણે ભાજપ પર બદલાની રાજનીતિનો આરોપ લગાવ્‍યો.

(11:27 am IST)