Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

એક્‍ઝિટ પોલના સર્વેમાં કયા સમાજે કઈ પાર્ટીને કેટલી પસંદ કરી?

ભાજપ, કોંગ્રેસ કે AAP ? OBC સમાજના ૫૭ ટકા લોકો ભાજપને, ૨૨ ટકા કોંગ્રેસને પસંદ કરે છે, ભાજપને ગ્રામીણમાં ૪૫ ટકા અને શહેરી ૪૮ ટકા પસંદ કરે છે

નવી દિલ્‍હી, તા.૬: ગુજરાત વિધાનસભા ચૂંટણીના એક્‍ઝિટ પોલના આંકડા આવવાનું શરૂ થઈ ગયું છે. જેમાં ભાજપની ફરી સત્તાનો સિંહાસન સંભાળે તેવું બતાવી રહ્યાં છે. તો બીજી તરફ વિપક્ષનો કારોમો પરાજય બતાવવામાં આવી રહ્યો છે. એક્‍સિસ માય ઈન્‍ડિયાના એક્‍ઝિટ પોલમાં ગુજરાતની ચૂંટણીના આંકડાઓ સામે આવ્‍યાં છે. જેમાં ગુજરાતમાં ભાજપને ૧૩૧-૧૫૧ બેઠકો મળી શકે છે. જ્‍યારે કોંગ્રેસને ૧૬-૩૦ અને આમ આદમી પાર્ટીને ૯-૨૧ બેઠકો મળવાની શકયતા વર્તી છે. તમને જણાવી દઈએ કે, ગત વખતે ગુજરાતમાં ભાજપે ૯૯ બેઠકો જીતી હતી.

વિધાનસભા ચૂંટણીના પરિણામો ૮મી ડિસેમ્‍બરે આવવાના છે, પરંતુ પરિણામો પહેલા એક્‍ઝિટ પોલના પરિણામો સામે આવ્‍યા છે. જેમાં અહીં ૨૭ વર્ષથી ભાજપની સરકાર છે તે અકબધ રહેશે તેવો આંકડામાં માહિતી આપી છે. એક્‍સિસ માય ઇન્‍ડિયાએ ગુજરાતમાં ૪૨૧૫૬ લોકો સાથે વાત કરીને તારણ કાઢયું છે. કોના કોને વોટ મળ્‍યા છે.

કોને કયો પક્ષ પસંદ છે : SC

* ૨૮ ટકા ભાજપ, ૩૫ ટકા કોંગ્રેસ, ૩૦ ટકા AAP, ૦૭ ટકા અન્‍ય લોકો પસંદ છે. : ST

* ૩૩ ટકા ભાજપ, ૨૭ ટકા કોંગ્રેસ, ૩૧ ટકા AAP, ૦૯ ટકા અન્‍ય લોકોને પસંદ કરે છે. : OBC

* ૫૭ ટકા ભાજપ, ૨૨ ટકા કોંગ્રેસ, ૧૪ ટકા AAP, ૦૭ ટકા અન્‍યને પસંદ છે.: ઠાકોર

* ભાજપને ૪૭ ટકા, INC ૨૯ ટકા, AAP ૧૬ ટકા, અન્‍ય ૦૮ ટકા અન્‍યને પસંદ કરે છે. : કોળી

* ભાજપને ૪૯ ટકા, કોંગ્રેસને ૨૪ ટકા, AAPને ૧૯ ટકા, અન્‍યને ૦૮ ટકા લોકોએ પસંદ કરે છે. : સવર્ણ

* ૫૯ ટકા ભાજપ, ૧૯ ટકા કોંગ્રેસ, ૧૫ ટકા AAP, ૦૭ ટકા અન્‍ય લોકો ઉપર પસંદગી ઉતારી છે. : મુસ્‍લિમો

* ૦૮ ટકા લોકોએ ભાજપને પસંદ કરે જ્‍યારે ૫૪ ટકા કોંગ્રેસ અને ૩૦ ટકા AAPને તેમજ ૦૮ ટકા અન્‍ય લોકોને પસંદ કર્યા છે.: લેવા પટેલ

* BJP ૫૬ ટકા, INC ૧૭ ટકા, AAP ૧૮ ટકા, અન્‍ય ૦૯ ટકા યોગ્‍ય ગણાવ્‍યા છે.: કડવા પટેલ

* BJPને ૫૮ ટકા, INC ને ૧૬ ટકા, AAP ને ૨૦ ટકા, અન્‍ય ૦૬ ટકા લોકોએ પસંદ કરે છે. : અન્‍ય પટેલ

* BJP ૫૩ ટકા, INC ૨૧ ટકા, AAP ૧૮ ટકા, અન્‍ય ૦૮ ટકા યોગ્‍ય ગણાવ્‍યાં છે.

ગ્રામીણ અને શહેરીમાં કોનું પલડું ભારી

* ભાજપને ગ્રામીણમાં ૪૫ ટકા અને શહેરી ૪૮ ટકા પસંદ કરે છે

* કોંગ્રેસને ગ્રામીણમાં ૨૭ ટકા, શહેરીમાં ૨૪ ટકા પસંદ કરે છે

* AAPને ગ્રામીણમાં ૨૦ ટકા, શહેરી ૨૧ ટકા પસંદ કરે છે 

* અન્‍યમાં ગ્રામીણમાં ૦૮ ટકા, શહેરી વિસ્‍તારોમાં ૦૭ ટકા પસંદ કરે છે.

કયાં પક્ષને કેટલા ટકા મહિલા અને પુરૂષ મતદારો પસંદ કરે છે

* ભાજપ : ૪૮ ટકાસ્ત્રી તેમજ ૪૪ ટકા પુરુષ

* કોંગ્રેસ : ૨૭ ટકાસ્ત્રી, ૨૫ ટકા પુરૂષ પસંદ કરે છે

* AAP : ૧૯ ટકાસ્ત્રી, ૨૧ ટકા પુરૂષ મતદારો પસંદ કરે છે

* અન્‍યઃ અન્‍યની વાત કરીએ તો ૦૬ ટકાસ્ત્રી, ૧૦ ટકા પુરૂષને પસમદ કરે છે

   તમને જણાવી દઈએ કે ૨૦૧૨માં બીજેપીએ ૧૧૫, કોંગ્રેસે ૬૧ અને અન્‍યને ૬ સીટો જીતી હતી. ૨૦૧૭માં ભાજપે ૯૯, કોંગ્રેસને 77+3 AP, અન્‍યને ૩ બેઠકો મળી હતી.

કયા પક્ષને કેટલા ટકા વોટ શેયર

ભાજપને ૪૬ ટકા, કોંગ્રેસને ૨૬ ટકા,  AAPને ૨૦ ટકા અને અન્‍યને ૮ ટકા વોટ મળ્‍યા છે.

કયા વિસ્‍તારમાં કોનો દબદબો ભારે રહી શકે?

સૌરાષ્‍ટ્ર અને કચ્‍છ કુલ ૫૪માંથી ભાજપ પાસે ૪૨, કોંગ્રેસના ફાળે ૮, AAP ૩ તેમજ અન્‍યને એક બેઠક મળી શકે છે.

ઉત્તર ગુજરાતની-૨૮ બેઠકમાંથી ભાજપ માટે ૧૭ બેઠકો, કોંગ્રેસને ૮, AAPને ૨ અને અન્‍યના ખાતામાં એક બેઠક જઈ શકે છે.

મધ્‍ય ગુજરાતની  ૬૫ બેઠકમાંથી ભાજપને ૫૨, કોંગ્રેસને ૫ અને AAPને ૭ તેમજ અન્‍ય એક બેઠક મળી શકે છે.

દક્ષિણ ગુજરાતના એક્‍ઝિટ પોલ તપાસીએ તો કુલ ૩૫માંથી ભાજપ પાસે ૨૯ જ્‍યારે કોંગ્રેસના ખાતામાં ૨ અને AAPના હાથમાં ૩ તેમજ અન્‍યને એક બેઠક મળી શકે છે.

વિસ્‍તાર પ્રમાણે વોટ શેયર

* સૌરાષ્‍ટ્ર અને કચ્‍છની ૫૪ બેઠકો

* ભાજપને ૪૩ ટકા, કોંગ્રેસને ૩૧ તેમજ ખ્‍ખ્‍ભ્‍ને ૨૧ ટકા અને અન્‍યને ૫ ટકા વોટ શેયર મળી શકે છે.

* ઉત્તર ગુજરાતની ૨૮ બેઠકોના વોટ શેયર

* ભાજપને ૪૧ ટકા, કોંગ્રેસને ૩૬ તેમજ AAPને ૧૬ ટકા, અન્‍યને ૭ ટકા વોટ શેર મળી શકે છે.

* મધ્‍ય ગુજરાતની ૬૫ બેઠકોઃ જેમાં ભાજપને ૪૬ ટકા, કોંગ્રેસને ૨૫ ટકા, AAPને ૨૩ ટકા તેમજ અન્‍યને ૬ ટકા વોટ શેયર મળી શકે છે.

* દક્ષિણ ગુજરાતની (૩૫) બેઠકોઃ દક્ષિણ ગુજરાતની બેઠકોની વાત કરીએ તો એક્‍ઝિટ પોલ પ્રમાણે ભાજપને ૪૯ ટકા, કોંગ્રેસને ૨૩ તેમજ AAPને ૨૩ ટકા તેમજ અન્‍યને ૫ ટકા વોટ શેયર મળી શકે છે.

(11:52 am IST)