Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

પેટ્રોનાસ લુબ્રીકેન્‍ટસ ઈન્‍ડિયાએ બોલિવૂડ રેપર કિંગ સાથે રાઈડર એન્‍થમ ૨.૦ લોન્‍ચ કર્યું

અમદાવાદઃ પેટ્રોનાસ લુબ્રિકન્‍ટ્‍સ (ઇન્‍ડિયા) પ્રાઇવેટ લિમિટેડ (પીએલઆઇપીએલ)ની પ્રીમિયમ મોટરસાઇકલ ઓઇલ બ્રાન્‍ડ,પેટ્રોનાસ સ્‍પ્રીન્‍ટાએ દેશના સૌથી મોટા બાઇકિંગ ફેસ્‍ટિવલ  ગોવા ખાતે આયોજિત ઇન્‍ડિયા બાઇક વીકમાં રાઇડર એન્‍થમ ૨.૦ લોન્‍ચ કર્યું.  બાઇકિંગ સમુદાયમાં રોમાંચ અને ઉત્‍સાહપૂર્વક ભાગીદારી જોવા મળી.રાઇડર એન્‍થમ ૨.૦, એક આકર્ષક રેપ ગીત, જે બોલિવૂડ રેપર કિંગ દ્વારા રચાયેલ અને ગવાયેલ છે, જે પેટ્રોનાસ સ્‍પ્રિન્‍ટા સાથે પાવર અપ થીમ પર આધારિત છે.

 બોલિવૂડ ગાયક, અર્જુન કાનુન્‍ગોને દર્શાવતા રાઇડર એન્‍થમની પ્રથમ આવળત્તિએ ગયા વર્ષે ખૂબ જ ધૂમ મચાવી હતી અને આ રેપ સંસ્‍કરણ બાઇકિંગ સમુદાય સાથેના જોડાણને આગલા સ્‍તર પર લઈ જવાની આશા રાખે છે. તેમ શ્રી પ્રણવ ભાણેગે,સીઈઓ, પેટ્રોનાસ લુબ્રીકન્‍ટ  ઈન્‍ડિયાએ જણાવ્‍યું છે

(4:31 pm IST)