Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

૧૮ મતક્ષેત્રોમાં ૭૦ ટકાથી વધુ મતદાનઃ ગુજરાતનું કુલ ૬૩.૮પ

સૌથી વધુ ૮ર.૭૧ ટકા મતદાન ડેડીયાપાડામાં અને સૌથી ઓછુ પર.૮૩ ટકા ધારીમાં : ગુરૂવારની મત ગણતરીની આતુરતાથી રાહ

(અશ્વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર, તા., ૬: રાજયમાં ગયા ગુરૂવારે ૮૯ બેઠકોમાં અને ગઇકાલે ૯૩ બેઠકોમાં મતદાન પુરૂ થયું છે. પ્રથમ ચરણમાં ૬૩.૩૧ ટકા અને બીજા ચરણમાં ૬૪.૩૯ ટકા મતદાન થયું છે. બંન્ને તબક્કાનું મળી રાજયનું સરેરાશ મતદાન  ૬૩.૮પ ટકા થયું છે. હવે તા.૮ મીના પરીણામ તરફ મીટ છે. રાજયમાં સૌથી વધુ ૮ર.૭૧ ટકા મતદાન નર્મદાના ડેડીયાપાડામાં નોંધાયું છે. સૌથી ઓછુ ૫૨.૮૩ ટકા મતદાન  અમરેલીના ધારીમાં થયું છે.  રાજયમાં જયાં ૭૦ ટકાથી વધુ મતદાન થયું તેવા વિધાનસભા મતક્ષેત્રના નામ નીચે મુજબ છે. મતક્ષેત્રની સામે મતદાનની ટકાવારી દર્શાવેલ છે.

નર્મદા      -       ૭૮.૪ર

તાપી               ૭૭.૦૪

નવસારી    ૭૧.૦૬

ટંકારા               ૭૧.૧૮

વાંકાનેર    ૭૧.૭૦

સોમનાથ   ૭૨.૯૪

નંદોદ-નર્મદા       ૭૪.૩૬

ડેડીયાપાડા ૮૨.૭૧

વાગરા-ભરૂચ       ૭૧.૭૩

જગડીયા    ૭૬.૨૦

માંગરોળ-સુરત     ૭૪.૦૯

માંડવી-સુરત       ૭૬.૨૨

બારડોલી-સુરત     ૭૩.૭૩

નીઝર              ૭૮.૧૯

વ્‍યારા               ૭પ.પ૭

ગણદેવી    ૭૧.૪૯

વાંસદા              ૭૮.૨૩

કપરાડા        ૭૯.પ૭

(4:25 pm IST)