Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

એ ટ્રકમાં દવા નહિ, ૪૨ લાખથી વધુ રકમનો દારૂ નીકળી પડયો

દવાના બનાવટી બિલો સાથે રાખી ગોવાથી ગુજરાતમાં મોટા પાયે દારૂ ઘુસાડવાના નેટવર્કનો સુરત રૂરલ પોલિસનો પર્દાફાસ : આઇજી પિયુષ પટેલના માર્ગદર્શન હેઠળ એસપી હિતેષ જોયસર ટીમના એલસીબી પીઆઇ બી.ડી.શાહ, એલ.જી.રાઠોડ, પીએસઆઇ એમ આર.શકોરીયા ટીમે સફળતાની હેટ્રીક સર્જી છે

રાજકોટ તા.૬: વિધાનસભાની ચૂંટણી અને ચૂંટણી બાદ વિજયોત્‍સવ મનાવવા દારૂ ગુજરાતમાં ન ઉતરે તેવા ચૂંટણીપંચ સાથે -સાથે રાજયના મુખ્‍ય પોલીસ વડા આશિષ ભાટિયા દ્વારા તકેદારી રાખવાના સૂચનને પગલે પગલે સાઉથ ગુજરાતના વડા પિયુષ પટેલ અને સુરત રૂરલ એસપી દ્વારા આ માટે ખાસ રણનીતિ તૈયાર કરેલ જેની સફળતાની હેટ્રિક એલસીબી પીઆઇ બી.ડી.શાહ ટીમ દ્વારા કરી ૪૨ લાખથી વધુ રકમના દારૂ સાથેનો આખી ટ્રક કબ્‍જે કરી એકની ધરપકડ કરવા સાથે દારૂ મંગાવનાર સહિત ૪૨ને વોન્‍ટેડ જાહેર કરવામાં આવ્‍યા છે.

જેમાં બી.ડી.શાહ પોલીસ ઇન્‍સ્‍પેકટર, એલ.સી.બી સુરત ગ્રામ્‍યનાઓ એલ.સી.બી શાખાના અધિકારી/ કર્મચારીઓ સાથે અલગ અલગ ટીમો બનાવી સુરત જિલ્લામાં વિસ્‍તારમાં પેટ્રોલીંગમાં હાજર હતા દરમ્‍યાન એમ.આર.શકોરીયા, પોલીસ સબ ઇન્‍સ્‍પેકટર, એલ.સી.બી સુરત ગ્રામ્‍યનાઓને તેમના ખાનગી બાતમીદાર થકી ચોકકસ બાતમી હકીકત મળેલ કે એક કંન્‍ટેનર નં.આરજે.૧૮.જીબી.૫૨૧૧નો ચાલક પોતાના કબ્‍જાના કન્‍ટેનરના મોટા પ્રમાણમાં વિદેશીદારૂનો જથ્‍થો ભરી મુંબઇથી અમદાવાદ જતા ને.હા.નં.૪૮ ઉપર મુંબઇ તરફથી અમદાવાદ તરફ જનાર છે. તેવી ચોકકસ હકીકત મળેલ હોય જેથી બાતમી હકીકતના આધારે એલ.સી.બી શાખાના અધિકારી/ કર્મચારીઓ દ્વારા કામરેજ તાલુકાના વાવ ગામની હદમા નેશનલ હાઇવે ઉપર નાકાબંધી ગોઠવી હકિકતવાળા કંન્‍ટેનરની વોચ તપાસના હાજર હતા દરમ્‍યાન મુંબઇ તરફથી સદર બાતમી હકિકતવાળું કંન્‍ટેનર આવતા નાકાબંધી કરી, ઝડપી પાડી કન્‍ટેનરમાં તપાસ કરતા મેડીસીનના બિલના ઓથા હેઠળ માતબર વિદેશીદારૂનો જથ્‍થો ભરી લઇ જતા મળી આવેલ પકડાયેલ કંન્‍ટેનર ચાલકની સઘન પુછપરછ કરતા મેડીશીનના બનાવટી બીલ બનાવી ગોવાથી ગુજરાતમાં મોટા પ્રમાણમાં વિદેશીદારૂ ગુજરાતમાં સપ્‍લાય કરવાનુ નેટવર્ક જણાઇ આવતા તમામ મુદામાલ વધુ તપાસ અર્થે કબ્‍જે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

 પોલીસ દ્વારા કન્‍ટેનર માલિક મૂળ રાજસ્‍થાનના પ્રકાશભાઇ રબારીની ધરપકડ સાથે ૪ને વોન્‍ટેડ જાહેર કરવામાં આવ્‍યા છે.

(૧)શ્રી બી.ડી.શાહ.પોલીસ ઇન્‍સ્‍પેકટર એલ.સી.બી સુરત ગ્રામ્‍ય (૨) શ્રી એલ.જી.રાઠોડ. પોલીસ સબ ઇન્‍સ્‍પેકટર (૩) શ્રી એમ.આર.શકોરીયા. પોલીસ સબ ઇન્‍સ્‍પેકટર (૪) શ્રી આઇ.એ.સીસોદીયા. પોલીસ સબ ઇન્‍સ્‍પેકટર(૫) એ.એસ.આઇ.મુકેશ જયદેવભાઇ બ.નં.૭૭૯, (૬) એ.એસ.આઇ.ભમરસિંહ સારંગજી બ.ન.૫૬૩ (૭) અ.હે.કો. ચિરાગકુમાર જયંતિલાલ બ.નં.૯૦૮, (૮) અ.હે.કો.અમરતજી રાધાજી, બ.ન.૫૮૩, (૯) અ.હે.કો હરસુરભાઇ નાનજીભાઇ બ.ન.૫૫૩, (૧૦) અ.હે.કો વિક્રમભાઇ સગ્રામભાઇ બ.નં.૮૮૬, (૧૧) અ.હે.કો  રાજદીપ મનસુખભાઇ બ.ન.૮૨૪ (૧૨) આ.હે.કો રાજેશભાઇ બળદેવભાઇ બ.નં.૨૦૫

(4:21 pm IST)