Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

અમદાવાદનો ચાંદખેડાનો ભુતિયા વૃક્ષઃ લોકવાયકા પ્રમાણે આ વૃક્ષમાં પ્રેતાત્‍માનો નિવાસ

અમદાવાદથી રાજકોટ જતી વખતે બગોદરા રોડ અકસ્‍માત માટે કુખ્‍યાતઃ ભીખારી કે મહિલા દેખાય તો સમજવુ કે અકસ્‍માતમાં મોત

અમદાવાદઃ પ્રવાસીઓનું હોટ ફેવરીટ અમદાવાદ છે, તેમાં ચાંદખેડાનું ભુતિયા વૃક્ષ ખુબ જ ચર્ચામાં છે. અહીં અસામાન્‍ય ઘટનાઓ બનતી રહે છે. લોકોનું એવુ માનવુ છે કે, રાતના સમયે કોઇ પસાર થાય તો આત્‍મા તે વ્‍યકિતને સપનામાં આવે છે.

ગુજરાત ટુરિઝમમાં સૌથી વધુ હોટ ફેવરિટ અમદાવાદ છે. ખાસ કરીને સાબરમતી રિવરફ્રન્ટને જોવા માટે લોકો ક્યાં ક્યાંથી આવે છે. એક જમાનામાં આ શહેર કર્ણાવતીના નામથી ઓળખાતુ હતું. અમદાવાદ આવ્યા અને સાબરમતી આશ્રમ, જામા મસ્જિદ, સરખેજ રોજા, ત્રણ દરવાજા, નળ સરોવર પક્ષી વિહાર વગેરે ન ફર્યા તો શું ફર્યા. પરંતું આ સિવાય પણ અમદાવાદમાં કેટલીક એવી જગ્યાઓ છે, જ્યાં ભૂલથી પણ કોઈ જવા માંગતુ નથી. અમદાવાદની કેટલીક ગલીઓ ભૂતિયા ગલી તરીકે કુખ્યાત બની છે, જ્યાં રાતે તો શું, દિવસે પણ જતા કેટલાક લોકો ડરે છે. આજે આ ભૂતિયા વિસ્તારો વિશે જાણીએ. 

સિગ્નેચર ફાર્મ

આ જગ્યા પર જવા માટે જીગર જોઈએ. સ્થાનિક લોકોનું કહેવું છે કે, અહીં અજીબોગરીબ ઘટના બનતી રહે છે. આ સ્થળ મોટાભાગે અસમાન્ય ઘટનાઓને કારણે સૌથી વધુ ચર્ચામાં રહે છે. લોકવાયકા છે કે, આ જગ્યા ત્યારે ફેમસ થઈ જ્યારે કેટલાક યુવકોનું ગ્રૂપ અહી ફરવા આવ્યુ હતું, અને માનવામાં આવે છે કે, કોઈ અદ્રશ્ય શક્તિએ તેમને પોતાના શિકાર બનાવ્યા હતા. જેના બાદથી લોકો અહી જતા ડરે છે. લોકોનું માનવુ છે કે, આ જગ્યાઓ પરથી અજીબ અજીબ અવાજ આવે છે. 

ચાંદખેડાનું ભૂતિયા વૃક્ષ

આ વૃક્ષ ચાંદખેડાની ગલીઓમાં એકદગમ નજીક છે. જેની નજીકથી રોડ પસાર થાય છે અને ત્યાંથી અનેક વાહનો રોજ જતા હોય છે. લોકવાયકા છે કે, આ એક જુનુ વૃક્ષ છે. જેના પર ભૂતોનો વાસ છે. માન્યતા છે કે, જો કોઈ રાતના સમયે તેના આસપાસથી પસાર થાય તો આત્મા એ વ્યક્તિના સપનામાં આવે છે. દેખાવમાં પણ આ વૃક્ષ ડરાવનુ લાગે છે. 

બગોદરા-અમદાવાદ-રાજકોટ હાઈવે

તમે બગોદરા અમદાવાદ રાજકોટ વિશે તો તમે સાંભળ્યુ હશે. આ હાઈવે ટ્રાફિકથી સતત ધમધમતો હાઈવે છે. અમદાવાદથી તમે રાજકોટ જશો તો તમને વચ્ચે બગોદરા આવે છે. આ હાઈવે પર સતત અકસ્માતના બનાવો બનતા રહે છે. જે લોકો રાતના સમયે હાઈવે પરથી વાહનો લઈને જાય છે તેઓનું કહેવુ છે કે, અહી અજીબોગરીબ અવાજ સંભળાતી રહે છે. આ અવાજ વાહનચાલકોનું ધ્યાન ભટકાવે છે. આ રીતે અકસ્માત થાય છે. તેમનુ કહેવુ છે કે, આ હાઈવે પર જો તમને કોઈ રહસ્યમયી મહિલાઓ અને ભીખારી દેખાય તો તેમના પર ધ્યાન ન આપો. 

(5:30 pm IST)