Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

નડિયાદમાં દિવ્‍યાંગ અંકિત સોનીએ પગથી બટન દબાવી મતદાન કર્યુઃ 25 વર્ષ પહેલા કરંટ લાગતા બંને હાથ કાપવા પડયા હતા

હાથ વગરના અંકિત સોનીએ પગથી બટન દબાવી મતદાન કરતા ફરજ પરતા કર્મચારીઓ આશ્ચર્યચકિત થયા

નડિયાદઃ નડિયાદમાં બંને હાથ ગુમાવનાર દિવ્‍યાંગ અંકિત સોનીએ પગથી બટન દબાવી મતદાનની ફરજ નિભાવી હતી. હાજર કર્મચારીઓમાં ચર્ચાનું કેન્‍દ્ર બન્‍યા હતા.

ગુજરાત વિધાનસાની ચૂંટણી માટે આજે બીજા તબક્કાનું મતદાન છે. 14 જિલ્લાની 93 બેઠક પર મતદાન થશે. સવારે 8 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી લોકો મતદાન કરી શકશે. ત્યારે અનેક બૂથના મતદારો પ્રોત્સાહક બન્યા છે. આ મતદારો લોકોને મત આપવા અપીલ કરી રહ્યાં છે. આવામાં નડિયાદના દિવ્યાંગ યુવકે પગથી મતદાન કરીને અનોખું મતદાન પૂરુ પાડ્યું છે. બન્યું એમ હતું કે, નડિયાદમાં રહેતા અંકિત સોનીને 25 વર્ષ પહેલા કરંટ લાગ્ય હતો, જેથી તેમના બંને હાથ કાપવા પડ્યા હતા. ત્યારે અંકિત સોની હિંમત હાર્યા વિના તમામ કામ પગથી કરે છે. તેથી તેઓ આજે વિધાનસભાની ચૂંટણીમાં પગથી મતદાન કરવા પહોંચ્યા હતા. હાથ વગર મતદાન કરતા અંકિતક સોની હાજર કર્મચારીઓમાં પણ આશ્ચર્યનું કેન્દ્ર બન્યા હતા. 

(5:32 pm IST)