Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

વડોદરામાં ગોલ્ડન ચોકડી નજીક દારૂના ગુનાહમાં ઝડપાયેલ આરોપીના જામીનની અરજી અદાલતે નામંજૂર કરી

વડોદરા: ગત જુન મહિનામાં ગોલ્ડન ચોકડી પાસેથી એક ટાટા કંપનીનો બંધ બોડીનો ટેમ્પો પોલીસે ઝડપી પાડ્યો હતો. પરંતુ ડ્રાઇવર નાસી ચૂક્યો હતો આ ટેમ્પામાંથી પોલીસે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જે અંગે હરણી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો પોલીસે દારૂની ૯૭૨ બોટલ 4.86 લાખની તથા ટેમ્પો મળીને 11.36 લાખનો મુદ્દા માલ કબજે કર્યો હતો. આ ગુનામાં સંડોવાયેલા આરોપી કમલેશ કેશાજી માળી રહેવાસી વિલુ નગર તાલુકો ડીસા જીલ્લો બનાસકાંઠા એ આગોતરા જામીન મેળવવા માટે સેશન સ્પોર્ટમાં અરજી કરી હતી. જે અરજી અદાલતે ના મંજૂર કરી છે કોર્ટે નહોતું હતું કે હાલનો ગુનો સમગ્ર સમાજને અસર કરે તેમ હોય તેમ જ આવા પ્રકારના ગુનામાં જો આગોતરા જામીન આપવામાં આવે તો સમાજ પર તેની વિપરીત અસર પડી શકે છે.

(5:49 pm IST)