Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

વડોદરા:મધ્યરાત્રીએ કોન્વેન્ટ સ્કૂલ નજીક સાઇકલ સવાર શ્રમજીવીને કાર ચાલકે ટક્કર મારતા બાળકનું કમકમાટીભર્યું મોત

વડોદરા: રવિવારે મોડી રાતે કોન્વેન્ટ સ્કૂલ  પાસે એક કાર ચાલકે બે સાઇકલ સવાર શ્રમજીવીને અડફેટે લેતા ૭ વર્ષના માસૂમ બાળકનું કરૃણ મોત થયું હતું.ફતેગંજ પોલીસે આ અંગે ગુનો દાખલ કરી આરોપીની શોધખોળ હાથ ધરી છે.

રાજસ્થાનના ચિત્તોડગઢ ખાતે મોટી સાદડી ગામે રહેતા દિનેશચંદ્ર નારાયણલાલ વાગરીયા હાલમાં પરિવાર સાથે મંગલ પાંડે રોડ પર રાત્રિ બજારની સામે ખુલ્લા મેદાનમાં રહે છે.અને ફૂગ્ગા વેચવાનો ધંધો કરે છે.ગઇકાલે તેઓ બનેવી ભમ્મરલાલ જીવાલાલ તથા ભાણેજ કૈલાસ ભમ્મરલાલ (ઉ.વ.૭) સાથે ફતેગંજ બ્રિજ નીચે ફુગ્ગા વેચવા માટે ગયા હતા.રાતે સવા અગિયાર વાગ્યે તેઓ ફુગ્ગા વેચીને સાઇકલ લઇને ઘરે  પરત આવતા હતા.તે દરમિયાન તેમની તથા તેમના બનેવી ભમ્મરલાલની સાઇકલને એક કાર ચાલકે ટક્કર મારતા તેઓ રોડ પર  ફંગોળાયા હતા.અકસ્માતમાં સાત વર્ષના બાળકને ગંભીર ઇજા થઇ હતી.તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.જ્યાં સાત વર્ષના બાળકનું સારવાર  દરમિયાન મોત નિપજ્યું છે.

(5:49 pm IST)