Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

અમદાવાદ:પૂર્વ વિસ્તારમાં એસ.પી.રિંગ રોડ પર હિટ એન્ડ રન:બે માસુમ બાળકોને ટક્કર મારી બાઈક ચાલક ફરાર

અમદાવાદ: પૂર્વ વિસ્તારમાં એસ.પી.રિંગ રોડ ઉપર હિટ એન્ડ રનના બનવો વધી  રહ્યા છે, નિકોલમાં રહેતી મહિલા પોતાના બે બાળકો સાથે લાંભા દર્શન કરવા માટે જતી હતી, જ્યાં પામ હોટલ પાસે વાહન ચાલકે ટક્કર મારતા મતાનું સ્થળ પર મોત થયું હતું જ્યારે બે બાળકોને ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ બનાવ અંગે ટ્રાફિક પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.  આ કેસની વિગત એવી છે કે  નિકોલમાં વિરાટનગર રોડ ઉપર શ્યામ  વેદ રેસિડેન્સીમાં  રહેતા અને ઓઢવમાં વાસણની દુકાન ધરાવતા નાથારામ જોયતારામ ચૌધરી (ઉ.વ.૩૮)એ  ટ્રાફિક આઇ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વાહ ન ચાલક સામે ફરિયાદ નોંધાવી છે કે તેમના ભાભી મફરીદેવી  તેમના બે સંતાનો સાથે આજે સવારે લાંભા મંદિરે દર્શન કરવા માટે જતા હતા. ત્રણેય  આજે સવારે ૧૧ વાગે એસ.પી.રિંગ રોડ  ઉપર પામ હોટલ પાસેથી ચાલતા ચાલતા જતા હતા રોડ ક્રોસ કરતા હતા આ સમયે પૂર ઝડપે આવી રહેલી અજાણ્યા વાહન ચાલકે તેઓને ટક્કર મારી હતી જેના કારણે તેમની ભાભીને માથા સહિત શરીરે ગંભીર ઇજાઓ થતાં સ્થળ ઉપર મોત થયું હતું. જ્યારે તેમની ભત્રીજી અને ભત્રીજાને ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા હાલમાં સારવાર ચાલું છે. આ બનાવ અંગે ટ્રાફિક પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધીને આસપાસના સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.

(5:50 pm IST)