Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

રાજપીપળા ખાતે અપક્ષ ઉમેદવારના ટેકેદારોએ EVM સ્ટ્રોંગ રૂમ બહાર પોતાની CCTV થી સજ્જ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી

--- અપક્ષ ઉમેદવારના ટેકેદારે આક્ષેપ કર્યો કે બે દિવસ પહેલા નંબર પ્લેટ વગરની અને કાળા કાચવાળી શંકાસ્પદ ગાડી સ્ટ્રોંગ રૂમની પાસે અવરજવર કરતી જોવા મળી હતી

રાજપીપળા : નિષ્પક્ષ અને પારદર્શક ચૂંટણી વચ્ચે પણ કેટલાક ઉમેદવારોને ચૂંટણી પ્રક્રિયા પર જાણે કે ભરોસો ન હોય તેમ લાગી રહ્યું છે. નર્મદામાં રાજપીપળા ખાતે અપક્ષ ઉમેદવારના ટેકેદારોએ EVM સ્ટ્રોંગ રૂમ બહાર પોતાની CCTV થી સજ્જ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે.

  અપક્ષ ઉમેદવારના ટેકેદારે આક્ષેપ કર્યો છે કે બે દિવસ પહેલા નંબર પ્લેટ વગરની અને કાળા કાચવાળી શંકાસ્પદ ગાડી સ્ટ્રોંગ રૂમની પાસે શંકાસ્પદ અવરજવર કરતી જોવા મળી હતી. શંકાસ્પદ ગાડીની અવરજવરને જોતા અગમચેતીના ભાગરૂપે આ ખાનગી સુરક્ષા વ્યવસ્થા ગોઠવી હોવાનું તેમને જણાવ્યું છે.

(8:28 pm IST)