Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

અમદાવાદ શહેર અને જિલ્લાની 21 બેઠકો માટે અલગ- અલગ 3 જગ્યાએ મત ગણતરી કરાશે

મત ગણતરી કેન્દ્રો પર પોલીસ અને CRPF નો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો: થ્રી લેયર સુરક્ષામાં ગુજરાત પોલીસ, CRPF અને BSFની ટુકડી સુરક્ષામાં તૈનાત

અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બંને તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે , આગામી આઠમી તારીખે મતગણતરી થનાર છે, અમદાવાદ શહેર અને જિલ્લાની 21 બેઠકો માટે  અમદાવાદ શહેરમાં અલગ- અલગ 3 જગ્યાએ મત ગણતરી હાથ ધરાશે. હાલ મત ગણતરી કેન્દ્રો પર પોલીસ અને CRPF નો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. થ્રી લેયર સુરક્ષામાં  ગુજરાત પોલીસ, CRPF અને BSFની ટુકડી સુરક્ષામાં તૈનાત છે. તો સ્ટ્રૉન્ગ રૂમ બહાર CCTV કેમેરા પણ લગાવી દેવામાં આવ્યા છે

 

(9:03 pm IST)