Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

 કોંગ્રેસના ધારાસભ્ય કાંતિભાઇ પટેલનું બોગસ સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવાયું :કોઇને પૈસાની લેવડ દેવડ નહિ કરવા અપીલ

 આપણે જંગી બહુમતીથી જીત્યા છીએ. તમે ગુગલ પે કરો. હાલ આ વાતના સ્ક્રિન શોટ સોશિયલ મીડિયામાં વાયરલ

અમદાવાદ:વિધાનસભાની ચૂંટણી માટેનું મતદાન પૂર્ણ થઇ ગયું છે.હવે મતગણતરી પહેલા ધારાસભ્યોના નામે બોગસ એકાઉન્ટ બનાવીને પૈસા પડાવવા માટે સાયબર ગઠિયાઓ માર્કેટમાં આવી ગયા છે. તાજેતરમાં પાટણથી કોંગ્રેસના ધારાસભ્ય કાંતિભાઇ પટેલનું બોગસ સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવીને પૈસા પડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. વાત ધ્યાને આવતા ધારાસભ્યએ કોઇ પણ પ્રકારના વ્યવહાર નહિ કરવાની અપીલ કરી છે.

વારે તહેવારે સાયબર ગઠિયાઓ લોકોને ચુનો ચોપડવા માટે અનવના કિમીયાઓ અજમાવતા હોય છે. હવે નેતાઓ પણ સાયબર માફિયાઓના શિકાર બની રહ્યા છે. ગુજરાતની ચૂંટણી પહેલા વડોદરામાં કોંગ્રેસના નેતાઓ પાસેથી ટીકીટ મેળવી આપવાના બહાને પૈસા માંગવા ઠગે ઓફર કરી હોવાના કિસ્સા સામે આવ્યા હતા. આ મામલે ફરિયાદ થતા પોલીસે કાર્યવાહી પણ કરી હતી. જે બાદ હવે ચૂંટણી પૂર્ણ થતા વધુ એક વખત ગઠિયાઓ સક્રિય થયાની સાબિતી આપતો કિસ્સો સામે આવ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, પાટણથી કોંગ્રેસના ધારાસભ્ય કિરીટભાઇ પટેલનું એકાઉન્ટ હેક થયાની ઘટના સામે આવી છે. એકાઉન્ટ પરથી અન્ય યુઝર્સને મેસેજ કરવામાં આવે છે. અને કહેવામાં આવે છે કે, આપણે જંગી બહુમતીથી જીત્યા છીએ. તમે ગુગલ પે કરો. હાલ આ વાતના સ્ક્રિન શોટ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે

(9:22 pm IST)