Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

ગુજરાત ચૂંટણી પરિણામ પહેલા અંબાજીમાં સજોડે પહોંચ્યા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલેપત્ની સાથે અંબાજી જઈ મા અંબાના દર્શન કર્યા :ગુજરાત ચૂંટણીમાં જ્વલંત વિજય માટે પ્રાર્થના કરી

અમદાવાદ :ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022નું બંને ચરણનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયુ છે અને પરિણામની ઘડીઓ ગણાઈ રહી છે એ વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પત્ની સાથે અંબાજી જઈ મા અંબાના દર્શન કર્યા હતા અને ગુજરાત ચૂંટણીમાં જ્વલંત વિજય માટે પ્રાર્થના કરી હતી.

  મતદાન બાદ જાહેર થયેલા એક્ઝીટ પોલ મુજબ ગુજરાતમાં સતત સાતમી વખત ભાજપ સરકાર બનાવી શકે છે. જેમાં સતત બીજીવાર ભૂપેન્દ્રભાઈ  પટેલ મુખ્યમંત્રી પદના શપથ લઈ શકે છે. આ તમામ સંભાવનાનો અંત 8 ડિસેમ્બરે આવશે. આ પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ  પટેલ પત્ની હેતલ સાથે મા અંબાના દરબારમાં પહોંચ્યા હતા અને જ્યાં મંદિરના બ્રાહ્મણોએ સીએમને કુમકુમ તિલક કરી ખેસ પહેરાવી સ્વાગત કર્યુ હતુ. સાથે જ સીએમ ભૂપેન્દ્રભાઈ  પટેલે માતાજીના મંદિરે ધજારોહણ પણ કર્યુ હતુ.

(9:52 pm IST)