Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

ગોડદા ગામે બાઈક પર રાખેલો અંગ્રેજી દારૂનો ૩૭,૫૦૦ નો મુદ્દામાલ ઝડપી પાડતી સાગબારા પોલીસ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ગોડદા ગામે બાઈક પર મુકેલો અંગ્રેજી નો જથ્થો પોલીસે પકડી પાડી ગુનો દાખલ કર્યો હતો
પ્રાપ્ત માહિતી મુજબ સાગબારા પોલીસે બાતમીના આધારે ગોડદા ગામે રેડ કરતા એક બજાજ પલ્સર મોટરસાયકલ નંબર GJ05HJ2612 ના ચાલકે પોતાના કબજાની મોટર સાયકલ પર એક કંતાનના કોથળામા ઇંગ્લીસ દારૂના ક્વાર્ટરીયા નંગ-૫૦૦ કિંમત રૂપીયા ૧૭,૫૦૦ નો ગેરકાયદેસર જથ્થો તથા મોટરસાયકલ સહીત કુલ મુદ્દામાલ કિમત રૂપીયા ૩૭૫૦૦  નો રાખી રેડ દરમીયાન સ્થળ ઉપર નહી મળી આવી ગુનો કરતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(10:11 pm IST)