Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

દેવલીયા ગામની સીમમા પરણિતાને શરીર સંબંધ બાંધવા જબરજસ્તી કરનાર શખ્સ વિરુદ્ધ ફરિયાદ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના દેવલીયા ગામમાં પરણિત મહિલાને શરીર સંબંધ બાંધવા બળજબરી કરનાર યુવાન સામે ફરિયાદ નોંધાઇ છે
  મળતી માહિતી અનુસાર ફરીયાદી બહેન ઉસ્માન સિદિક મલેકનાં ખેતરમા ચાર કાપવા મટે ગયેલ ત્યારે ઉસ્માન મલેકે ફરીયાદી બહેન અનુસુચીત જનજાતિના હોય તેમ જાણવા છતાં તેની પાસે જઇ તેને કહેવા લાગેલ કે,મારે તારી સાથે શરીર સબંધ બાંધવા છે તેમ કહી જબરજસ્તી કરી મરજી વિરુધ્ધ શરીર સબંધ બાંધવા સારૂ છેડછાડ કરી આ વાત કોઇને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કરતા પોલીસે ઉસ્માન મલેક સામે છેડતી અને એક્રોસીટી નો ગુનો દાખલ કર્યો છે.

(10:10 pm IST)