Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

ગુજરાતમાં કમુરતા પહેલા આ વખતે સરકારની રચના થાય તેવી શક્યતા

11મી અને 12મી ડિસેમ્બરે મુખ્યમંત્રી સહિતનું મંત્રીમંડળ લઈ શકે છે શપથ :છેલ્લી ચાર- પાંચ ટર્મમાં સરકારની રચના કમુરતા દરમિયાન જ થઇ હતી

અમદાવાદ :ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ 1લી અને 5મી ડિસેમ્બરના રોજ મતદાન યોજાયું હતું.જેના પરિણાં 8મી ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે. ચૂંટણીનું પરિણાંમ જાહેર થાય તે પહેલા EXIT POLL જાહેર કરવામાં આવતી હોય છે. જેમાં આ વખતે પણ ભાજપની સરકાર બને તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીઓને લઈને છેલ્લા ઘણા સમયથી ભારે રાજકીય દંગલ ચાલ્યું હતું. જનતાએ હવે પોતાનો મત ઈવીએમ થકી નક્કી કરી દીધો છે જે આગામી 8મી તારીખે જાહેર થશે. જોકે તે પહેલા બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થતાની સાથે જ એક્ઝિટ પોલ્સ જાહેર કરવામાં આવ્યા હતા. દરમિયાન મોટા ભાગે ભાજપની સરકાર બનતી જોવા મળી છે. ગુજરાતમાં એક્ઝિટ પોલના પરિણામોના અંદાજને હાલ તો રાજકીય પાર્ટીઓ ખોટા ઠેરવી રહી છે પરંતુ આગામી 8મીએ રાજકીય નેતા, પાર્ટી, મીડિયા બધાના પાણી મપાઈ જવાના છે તે નક્કી છે.

મહત્વનું છે કે, EXIT POLLને ધ્યાને રાખીતા 8મી તારીખે ચૂંટણીના પરિણામો જાહેર થશે. જે બાદ 11મી અને 12મી ડિસેમ્બરે મુખ્યમંત્રી સહિતનું મંત્રીમંડળ શપથ લે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. છેલ્લી ચાર- પાંચ ટર્મમાં સરકારની રચના કમુરતા દરમિયાન જ થતી હોય છે. જો કે, આ વખતે કમુરતા પહેલા સરકારની રચના થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.

 

 

અત્રે ઉલ્લેખનીય છે કે,વિવિધ ચેનલોના EXIT POLLને ધ્યાને રાખતા આ વખતે ભાજપની સરકાર બનવા જઈ રહી છે. ભાજપના કાર્યકરો ઘરે ઘરે જઈને વોટ માગી રહ્યા હતા. આની સીધી અસર આ વિધાનસભા ચૂંટણીમાં જોવા મળી શકે છે. જ્યારે બીજી તરફ આ વખતે ગુજરાતમાં મુસ્લિમ વોટર્સે કોને સૌથી વધારે મત કોને આપ્યા હશે એ પણ ચર્ચાનો વિષય બન્યો છે. સાથે સાથે આનાથી કઈ પાર્ટીને નુકસાન થશે તથા કઈ પાર્ટીને ફાયદો પહોંચશે એ પણ ચર્ચાનો વિષય બન્યો છે.

(10:28 pm IST)