Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

ભરૂચની નર્મદા કોલેજની બે છાત્રાઓ ખુશી અને મીરાલી યુનિ,ની વુમન્સ ક્રિકેટ ટીમમાં ફાઇનલ 15 માં સિલેક્ટ

યુનિવર્સીટીની ફાઇનલ 15 વુમન્સ ટીમનું સિલેક્શનમાં સાઉથ ગુજરાતની 100 કોલેજની વિધાર્થીનિઓ સિલેક્શનમાં ઉમટી પડી

ભરૂચની નર્મદા કોલેજની બે છાત્રાઓ ખુશી અને મીરાલી VNSGUની યુનિવર્સીટી વુમન્સ ક્રિકેટ ટીમમાં 100 કોલેજની વિધાર્થીઓને માત આપી ફાઇનલ 15 માં સિલેક્ટ થઈ છે.

વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સીટીના ગ્રાઉન્ડ ખાતે રવિવારે યુનિવર્સીટીની ફાઇનલ 15 વુમન્સ ટીમનું સિલેક્શન યોજાયું હતું. જેમાં સાઉથ ગુજરાતની 100 કોલેજની વિધાર્થીનિઓ સિલેક્શનમાં ઉમટી પડી હતી.

પરફોર્મન્સ અને સ્કીલના આધારે 3 થી 4 લાખ વિધાર્થીનીઓમાંથી ભરૂચની નર્મદા કોલેજ ઓફ સાયન્સ એન્ડ કોમર્સની બે છાત્રોની ફાઇનલ 15 યુનિવર્સીટીની ટીમમાં પસંદગી થઈ છે.

નર્મદા કોલેજના સ્પોર્ટ્સ પ્રોફેસર ડો. કે.એસ. ચૌહાણે આ ગર્વની વાત ગણાવી હતી. પસંદગી પામેલ ખુશી મારવાડી ભરૂચ ડિસ્ટ્રીકટ લેવલ પ્લેયર છે. જે વિકેટ કિપર, બોલર અને બેટર છે. જ્યારે મીરાલી ભાડજા પેસ બોલર છે. બન્ને વિદ્યાર્થીનીઓ બી.કોમ. માં અભ્યાસ કરે છે.

હવે તેઓ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીની ટીમ વતી ભુવનેશ્વરમાં યોજાનાર ઇન્ટર યુનિવર્સીટી વેસ્ટ ઝોન વુમન્સ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લઈ પોતાની રમત પ્રદર્શિત કરશે.

(10:30 pm IST)