Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

છોટુભાઈ વસાવાએ કહ્યું - એક્ઝિટ પોલ જોતા ચોક્કસ સેટિંગ કર્યું હોય તેવું મને લાગે છે: પરિણામ વિરુદ્ધમાં આવે તો હંગામો કરજો

બધી સભા ફ્લોપ જતી હોય તો એ જીતવાની અપેક્ષા કંઈ રીતે રાખી શકે છે. બેલેટથી ચૂંટણી કરાવવાનું મિશન ઉપાડવું પડશે. બાકી બનાવટ કરી આ લોકો રાજ કરશે

ભરૂચ જિલ્લાની ઝઘડિયા વિધાનસભા બેઠક ઉપરથી સતત સાત ટર્મથી ધારાસભ્ય રહેલા અને વર્તમાન ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી કરનાર છોટુભાઈ  વસાવાએ ગુજરાત ચૂંટણી અંગે રજૂ થયેલા એક્ઝિટ પોલ સામે સવાલો ઉભા કરી પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર લાઈવ આવી ગંભીર પ્રકારના આક્ષેપો કર્યા હતા.

 છોટુભાઈ વસાવાએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે એક્ઝિટ પોલ જોતા લાગે છે કે ચોક્કસ સેટિંગ કર્યું હોય તેવું મને લાગે છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે પ્રજાને સજાગ થવાની જરૂર છે. પરિણામ વિરુદ્ધમાં આવે તો હંગામો કરી નાંખજો અને બેલેટ પેપરથી ચૂંટણી કરાવવાની માંગ કરજો તેમ તેઓએ જણાવ્યું હતું. સાથે જ તેઓએ જણાવ્યું છે કે બધી સભા ફ્લોપ જતી હોય તો એ જીતવાની અપેક્ષા કંઈ રીતે રાખી શકે છે. બેલેટથી ચૂંટણી કરાવવાનું મિશન ઉપાડવું પડશે. બાકી બનાવટ કરી આ લોકો રાજ કરશે તેવું વિસ્ફોટ નિવેદન છોટુભાઈ  વસાવાએ આપ્યું છે.

છોટુભાઈ  વસાવાએ નિવેદનમાં અદાણી, લદાણી, ફાદાણી જેવા શબ્દોનું ઉપયોગ કરી જણાવ્યું હતું કે આ સરકાર છે લોકતંત્રની સરકાર નથી. તેમજ ઇવીએમ ભારતના મૂળ નિવાસી લોકોના વિરુદ્ધમાં હોવાનું જણાવી આગામી લોકસભાની ચૂંટણીને જાકારો આપી ઇવીએમનો વિરોધ કરો તેમ જણાવી તેઓએ આરએસએસ ઉપર પણ ગંભીર પ્રકારના આક્ષેપો પોતાના વાયરલ કરેલા વીડિયોમાં કરતા નજરે પડ્યા હતા.

(10:46 pm IST)