Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

રાજ્યના વધતી ઠંડી વચ્ચે કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ થશે :હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી

બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ કાર્યરત થતા હવામાન વિભાગે રાજ્યમાં 11થી15 ડિસેમ્બર માવઠાની આગાહી કરી

અમદાવાદ : ગુજરાતમાં હવે ઠંડીમાં વધારો થવા લાગ્યો છે. તો બીજી બાજુ માવઠાની પણ આગાહી કરવામાં આવી છે.રાજ્યમાં 11થી15 ડિસેમ્બર માવઠાની આગાહી કરવામાં આવી છે. રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ થઇ શકે સાથે સાથે રાજ્યમાં ઠંડીમાં વધારો પણ થશે, બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ કાર્યરત થતા હવામાન વિભાગે માવઠાની આગાહી કરી છે.

(12:20 am IST)