Gujarati News

Gujarati News

News of Tuesday, 7th February 2023

મેદાનમાં ક્રિકેટ રમતી વખતે કિશન પટેલ નામનો યુવાન અચાનક બેભાન થઈ ગયોઃ મોત

સુરતનો બનાવઃ પાટીદાર યુવકના મોતથી ગમગીની છવાઈ

સુરતઃ સુરતમાં એક ચોંકાવનારી ઘટના બની છે. એક યુવક કિશન પટેલનું ક્રિકેટ રમતા સમયે મોત નિપજ્‍યું છે. સુરતના જહાંગીરપુરાનો યુવક કામરેજના શેખપુર ગામે  ક્રિકેટ રમવા ગયો હતો. જ્‍યાં રમતા રમતા તે અચાનક બેભાન થઈ ગયો હતો. જેના બાદ તેને સુરત ખાનગી હોસ્‍પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્‍યો હતો. હોસ્‍પિટલમાં હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.

પ્રાપ્‍ત માહિતી અનુસાર, સુરતના કામરેજ વિસ્‍તારમાં આ બનાવ બન્‍યો હતો. કામરેજ તાલુકાના સેખપુર ગામનો યુવક કિશન પટેલ  ઓલપાડના સેલૂટ ગામે ક્રિકેટ રમવા ગયો હતો. ક્રિકેટ રમતા સમયે કિશનને આંખે અંધારા આવી ગયા હતા, અને તે બેહોશ થઈ ગયો હતો. જેના બાદ તેને તાત્‍કાલિક હોસ્‍પિટલમાં લઈ જવાયો હતો. પરંતુ સારવાર દરમિયાન તેનુ મોત નિપજ્‍યુ હતું.

 

 

 

(4:27 pm IST)